Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જામનગરમાં ઘરેલુ હિંસાના કેસમાં 5 માસથી ફરાર આરોપી મોરબીમાંથી ઝડપાયો.

મોરબીમાં એસ.ઓ.જી. પોલીસે જામનગર ખાતેના ઘરેલુ હિંસા કેસમાં પાંચ માસથી ફરાર આરોપીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પો.કોન્સ. આશીફભાઇ રહીમભાઇ રાઉમાને ચોક્કસ બાતમી મળી હતી કે,જામનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઘરેલુ હિંસાના ગુન્હામાં પાંચ માસથી ફરાર ૪૦ વર્ષીય આરોપી અશોક વાલજીભાઇ મધોડીયા હાલ મોરબીના મહેન્દ્રનગર, ધર્મમંગલ સોસાયટીમાં રહે છે અને મોરબી જેતપર રોડ ઉપર લેકમી સીરામીક પાસે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસ ઘટના સ્થળે દરોડા પાડયા હતા.
જ્યાં આરોપી અશોક વાલજીભાઇ મધોડીયા મળી આવ્યો હતો. જેથી તેની અટકાયત કરીને મોરબી તાલુકા પો.સ્ટે.માં હસ્તગત કરી જામનગર જિલ્લા પોલીસ કંન્ટ્રોલરૂમને સમગ્ર હકીકતની જાણ કરી હતી.
આ કામગીરીમાં એમ.પી.પંડ્યા,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ ઇન્સ.એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા, એસ.ઓ.જી.,મોરબી તથા એ.એસ. આઇ રણજીતભાઇ રામભાઇ બાવડા, તથા પોલીસ હેડ કોન્સ. રસીકકુમાર ભાણજીભાઇ કડીવાર તથા સબળસિંહ વાઘુભા સોલંકી તથા જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા શેખાભાઇ સગરામભાઇ મોરી તથા મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રહીમભાઇ રાઉમા તથા ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા તથા કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ લાલજીભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વગેરે જોડાયેલ હતા

(12:06 am IST)