Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોરબી : રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત-ગમત, વેશભૂષા તેમજ ડાન્સ કોમ્પીટીશનનું આયોજન.

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમત-ગમત હરીફાઈ, વેશભૂષા અને ડાન્સ સ્પર્ધાનું કરવામાં આવ્યું છે.

આ અંગે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામની યાદીમાં જણાવ્યા અનુસાર લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામા રહેલી આંતરીક શક્તિઓને ખીલવવા માટે આગામી તા.૨૫/૧૨/૨૦૨૨ના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે રમત ગમત હરીફાઈ, વેશભૂષા અને ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રમત-ગમત હરીફાઈ અંર્તગત LKG થી ધોરણ-૧ ના વિધાર્થીઓ માટે રમત પીકઅપ બોલ, ધોરણ ૨ થી ૪ ના વિધાર્થીઓ માટે  મ્યુઝીકલ ચેર ધોરણ ૫ થી ૮ ના વિધાર્થીઓ માટે  એક મીનીટ હરીફાઇ રહેશે તથા વેશભુષા તથા ડાન્સ હરીફાઈ અđગત LKG થી ધોરણ ૪ના વિધાર્થીઓ માટે વેશભુષા તથા ડાન્સ હરીફાઇ અને ધોરણ ૫ થી કોલેજના વિધાર્થીઓ માટે ડાન્સ કોમ્પીટીશનમા ભાગ લઈ શકશે. વેશભુષા તથા ડાન્સ હરીફાઇ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ ૭૫ એન્ટ્રી સ્વીકારવામા આવશે અને આ હરીફાઇમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૨/૧૨/૨૦૨૨ ને ગુરૂવાર છે. તેમ જણાવવામાં આવ્યું હતું.

(12:09 am IST)