Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોરબી નવા બસસ્ટેન્ડ અને સુપરમાર્કેટમાંથી બે બાઈક ચોરાયા.

મોરબીમાં વાહનચોર ગેંગ સક્રિય બની હોય તેમ રોજે રોજ જુદા જુદા વિસ્તારમાંથી વાહનો ચોરાય રહ્યા છે ત્યારે નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાથી અને સુપર માર્કેટના પાર્કિંગમાંથી બે બાઈક ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી કેશવજીભાઈ દેવકરણભાઈ અઘારાનું 15 હજારની કિંમતનું બાઈક તેમજ સુપર માર્કેટમાંથી જયંતીભાઈ કેશવજીભાઈ વાઘડિયાની માલિકીનું રૂ.15 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

   
(12:16 am IST)