Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

ધોરાજી સેશન્સ કોર્ટે મેરવદર ના કેસમાં ચાર આરોપી ઓ ને 10 વર્ષની સજા ફટકારી

ધોરાજી સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે ઉપલેટા તાલુકા ના મેરવદર ગામ નો આઈપીસી ૩૦૭  ના કેસ મા ધોરાજી સેશન્સ કોર્ટ આરોપી ઓ ને દશ વર્ષ ની સજા દંડ ફટકાર્યો છે
   ધોરાજીના સેશન્સ કોર્ટ ન્યાયધીશ એ એમ શેખ તરફથી ચુકાદો ઘોષિત કરવામાં આવેલો છે. જેમાં આરોપી ઓ (૧) સાજીદ દાઉદ ભાઈ(૨),દિલાવર અનવર (૩) દિલાવર કાસમભાઈ (૪) વૈકુંઠ ચંદુભાઈ રહે  શાપર વેરાવળ તાલુકો કોટડા સાંગાણી વાળા એક સંપ કરી ગુનાહિત ઇરાદા થી તારીખ23/12/ 2021 ના સાંજના પાંચ સવા પાંચ વાગ્યાના અરસામાં ઉપલેટા તાલુકાના મેરવદર ગામના પાદરમાં આવેલ ઇજા પામનાર ફરિયાદી અલ્તાફભાઈ અલીશા ની નસીબ ઇલેક્ટ્રીક નામની દુકાનમાં જઈ અને આડેધડ ધોકા અને પાઇપથી ઇજાઓ પહોંચાડી તથા કુલાના ભાગે 12 છરીના ઘા મારી દીધેલા. તે આઇપીસી ૩૦૭ ના કેસ ની તપાસ તત્કાલીન પીએસઆઇ એસવી ગોજીયા એ કરેલી. અને ચાર્જશીટ ફરમાવેલું હતું.
આ કેસ માં પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી પક્ષે ઉલટ તપાસમાં બનાવનું સ્થળ, તકરાર નું કારણ અને બનાવનો સમય તથા અતિ મહત્વનું બનાવ વખતે આરોપીની હાજરી એડમિટ કરેલી છે ઉલટ તપાસમાં જે પ્રશ્નો પૂછેલા છે તે પ્રશ્નોથી જ ગુનો પુરવાર થાય છે. અને સાથે સાથે સીસીટીવી ફૂટેજમાં આખો બનાવ દ્રશ્યમાન થાય છે બે નજરે જોનાર સાહેદો છે. આવા સંજોગોમાં આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ. આરોપી પક્ષે એવી દલીલ કરેલી હતી કે આરોપી વૈકુંઠ સીસીટીવી ફૂટેજ પ્રમાણે દુકાનની અંદર પણ પ્રવેશ કરેલ નથી અને બહાર ઉભો ઉભો ધ્યાન રાખી રહ્યો છે. ધોરાજીના મહેરબાન સત્ર ન્યાયાધીશ એ એમ શેખ એ કલમ 34 કે જે ઈરાદા કલમ તરીકે ઓળખાય છે તેનો રેફરન્સ આપી અને શાપર થી મેરવદર એટલે કે સો કિલોમીટર થી ઉપર સમાન ઇરાદે બધા જ આરોપીઓ આવેલા છે અને ગુના ને અંજામ આપેલો છે તેવું માની અને આરોપીઓને તકસીરવાન ઠરાવેલ છે.
આ કિસ્સામાં પાછળ જતાઆરોપીઓને ફરિયાદી સાથે સમાધાન થઈ ગયેલું હતું અને ગુજરાતની વડી અદાલતમાં કવોશિંગ પિટિશન ફાઇલ કરેલી હતી. પરંતુ ગુજરાતની વડી અદાલતે પણ એ સિદ્ધાંતને ધ્યાને લીધેલ કે ભારતીય દંડ સંહિતાની કલમ 302 307 જેવા ગુનાઓ છે તે કોઈ વ્યક્તિ વિશેષતા નથી પરંતુ માનવતા વિરુદ્ધ કહી શકાય તેવું જગન્ય અપરાધ છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન સત્ર ન્યાયાધીશ એ એમ શેખ ની કોટે આરોપીઓને 10 વર્ષની સજા ફટકારેલ અને 5000 રૂપિયા દંડ ફટકાર્યો હોવા નુ સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યું હતું.

 

(10:50 pm IST)