Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

મોરબી : વતનમાં રહેવા માટે મકાનની ચિંતામાં યુવાન ઝેરી દવા પી લેતા મોત થયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વાંકડા ગામે રહીને મજુરી કરતી પરપ્રાંતીય યુવાન ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

   મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકડા ગામની સીમમાં રહીને મજુરી કરતા સાનિયા તુવસીયા નીગ્વાલ (ઉ.વ.૪૦) નામના શ્રમિક યુવાન ગત તા. ૨૭ ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી હતી
   પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સાનિયા નિગવાલ નામના આદિવાસી યુવાનને પોતાના વતનમાં રહેવા માટે પાકું મકાન ના હોય જેની ચિંતામાં ઉદાસ રહેતા હતા અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:11 pm IST)