Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

અમરેલી જીલ્લાની ડેજીગ્નેટેડ થયેલ પ્રાઇવેટ હોસ્પિટલોને પણ રેમડેસીવીર મળી રહેશે

સાંસદ નારણભાઇ કાછડીયા અને જીલ્લા પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાના પ્રયત્નોને સફળતા

અમરેલી,તા. ૨૯: અમરેલી જીલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે જીલ્લાની ડેજીગ્નેટ થયેલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં એડમીટ દદીન્ન્ઓને રેમડેસીવીર ઈન્જેકશન માટે પડતી હાલાકીઓ અંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા તરફથી સરકારશ્રીમાં અને જીલ્લા વહીવટી તંત્રને કરવામાં આવેલ અસરકારક રજૂઆતોના અનુસંધાને અમરેલી જીલ્લાની નીચે જણાવેલ ડેજીગ્નેટ પ્રાઈવેટ હોસ્પિટલોને સરકારશ્રીના નિયમોનુસાર રેમડેસીવીર ઈન્જેકશન મળી રહશે.

૧) એમ્સ હોસ્પિટલ–અમરેલી, ર) સેફરોન વર્લ્ડ સ્કુલ–ઈશ્વરીયા , ૩) ગોકુલ હોસ્પિટલ–દામનગર, (૪)તાલુકા શાળા–લાઠી, (પ) સદવિચાર હોસ્પિટલ–દામનગર, (૬) સહજાનંદ હોસ્પિટલ–દામનગર, (૭) લાઈફ કેર હોસ્પિટલ–સાવરકુંડલા, (૮) સદવિચાર જનરલ હોસ્પિટલ–રાજુલા, (૯)મધર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ–રાજુલા, (૧૦) બી.એ.પી. સીતારામ સેવા સમિતિ–રાજુલા

અમરેલી જીલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં સરકારશ્રી તરફથી પુરતા પ્રમાણમાં રેમડેસીવીર ઈન્જેકશન આપવામાં આવી રહયા છે પરંતુ સરકારી હોસ્પિટલોમાં બેડની મર્યાદાઓને લીધે જીલ્લાના દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે ત્યારે સમગ્ર રાજયમાં ઈન્જેકશનની સોલ્ટેજ હોવાને લીધે આ ડેજીગ્નેટ પ્રા. હોસ્પિટલોમાં એડમીટ દર્દીઓને રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે પણ ખુબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી હતી. જે બાબતે રાજય સરકારશ્રીમાં અને જીલ્લા વહીવટી તંત્રને સતત રજૂઆતો કરવાના પરીણામ સ્વરૂપે હવે દદીન્ન્ઓને અમરેલી જીલ્લાની ઉપરોકત ડેજીગ્નેટ પ્રાઈવેટ હોસ્પિટલો માંથી જ ઈન્જેકશન્સ મળી રહશે.

રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે જે તે ડેજીગ્નેટ થયેલ પ્રાઈવેટ હોસ્પિટલોના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સીવીલ સર્જનશ્રી, અમરેલીને જરૂરીયાત મુજબના જથ્થા માટે ઈમેલ કરી, સરકાશ્રી તરફથી નકકી કરવામાં આવેલ ભાવો પ્રમાણે જીલ્લા મથકેથી ઈન્જેકશન મેળવી શકશે. જેથી હવે દદીન્ન્ઓને કે તેમના પરીવારજનોને ઈન્જેકશન માટે મુશ્કેલીઓ વેઠવી પડશે નહી.

સરકારશ્રી તરફથી કેડીલા હેલ્થકેર લી. કંપનીના એક ઈન્જેકશન માટે રૂ. ૬૬૯/– અને હેટેરો હેલ્થકેર લી. કંપનીના એક ઈન્જેકશન માટે રૂ. ૧,૮૪૯/– કિંમત નકકી કરવામાં આવેલ છે. જેથી કોઈપણ ડેજીગ્નેટ પ્રા. હોસ્પિટલ આનાથી વધુ ભાવો લઈ શકશે નહી.

વધુમાં સાંસદશ્રીએ જણાવેલ છે કે, અમરેલી જીલ્લાની બાકી રહેતી અને એમ.ડી. ડોકટરો ધરાવતી પ્રાઈવેટ હોસ્પિટલ્સ માંથી જે હોસ્પિટલ ડેજીગ્નેટ થવા માંગતી હોઈ, તેમણે સરકારશ્રીના નિયમોનુસાર જીલ્લા કક્ષાએ દરખાસ્ત કરી જરૂરી મંજુરી મેળવી લેવા અને જે કોઈ લોકોને કોરોનાની સારવાર સંબંધી કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો મો. નં. ૯૪ર૯૪૦પ૦૬૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.

(12:56 pm IST)