Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

અમરેલી જીલ્લામાં સતત માવઠુ વરસતા ચિંતાઃ ખીચા ગામે વિજળી પડતાં યુવકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રર : અમરેલી જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બપોરબાદ કમોસમી માવઠાનું વાતાવરણ સર્જાતા પવનની વીજળી સાથે વરસાદ પડી રહયો છે. બાબાપુરમાં સાંજે પ.૩૦ કલાકે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે અડધો ઉંચ વરસાદ પડી જતા ગામ બહાર પાણી વહેતા થયા હતા.

બગસરા પંથકમાં બફારા બાદ પવન સાથે કમોસમી વરસાદ પડયો ખેતીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. ખેતીના પાકમાં નુકસાન જોવા મળ્યુ હતુ. આ બાબતે ખેડુતોનુ પુછતા કહયુ હતું કે અમારા ખેતરમાં જ નુકસાન થયેલ છે.

ધારી તાલુકાના ખીચા ગામે રહેતા કનકભાઇ કરશનભાઇ ડાભી ઉ.વ.૪૧ તા.રપ-૪-ર૦ર૧ના પોતાને મગજની ગરમી હોય. કોઇને કહયા વગર કયાક જતા રહેલ તા.ર૭-૪ના ૯ વાગ્યે છગનભાઇ વિરજીભાઇ બુહાની વાડીમાં મગનું વાવેતર કરેલ ખેતરમાં કનકભાઇ ઉપર વીજળી પડતા મોત નીપજયાનું મોટાભાઇ અજીતભાઇ ડાભીએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:56 pm IST)