Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ધુનડાના સતપુરણ ધામ આશ્રમે જેન્તિરામબાપા દ્વારા શાસ્ત્રી ભાવેશભાઇને ભજનાંજલિ અર્પણ

આશ્રમની ૮૦ ટકા જવાબદારી સંભાળતા શાસ્ત્રી ભાવેશભાઇ એ એક દિવસ અગાઉ પોતે શરીર છોડવાના સંકેતો

(વિનુજોષી દ્વારા) જુનાગઢ, તા. ર૯:  જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરણધામ આશ્રમના સંત પુ. જેન્તીરામ બાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શીલુ ઉ.વ.૪૧ તા. ર૦ મે ના રોજ બ્રહ્મલીન થતાં સંત પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

ગઇકાલે સાંજે ભાવેશભાઇને શ્રધ્ધાંજલી આપવા સરકારની ગાઇડ લાઇન મુજબ મર્યાદિત પરિવારજનોની હાજરીમાં પુ. જેન્તીરામબાપાએ ભજન સત્સંગ દ્વારા ભાવેશભાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ પુ. જેન્તીરામબાપાએ ગત ૧ર ફેબ્રુઆરીના રોજ ૩ કમરતા મણકાનું રાજકોટ ડો. પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલમાં ઓપેરશન કરાવ્યું હતુ અને ડોકટરોની સલાહ મુજબ ૬ માસ સંપૂર્ણ રેસ્ટ રહેવાની સલાહ આપી છે ત્યારે અચાનક તેમના લાડલા પુત્રએ અને સત પરિવારના હજારો લોકોના હૃદયમાં સ્થાતમેળનાર ભાવેશભાઇએ વિદાય લેતા પુ.જેન્તિરામ બાપા અને સમગ્ર સતપરિવાર શોકાગ્રસ્ત બન્યો છે. અને દેશ-વિદેશમાં પુ. શાસ્ત્રી ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે. પુ. બાપાએ તેમના સદ્ગુરૂ પુ. હરિરામબાપા તથા મણિમાની જય બોલાવી અને ભાવેશભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવેલ કે આપણા સૌની વચ્ચેથી સૌના વ્હાલા અને લોકલાડીલા એવા ભાવેશભાઇ કોરોનાની થોડી બિમારી સાથે જામનગર, રાજકોટ અને અમદાવાદ સારવાર લીધેલ અને અમદાવાદ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. અને પ્ભુને ગમ્યુ તે સાચુ ગુરૂ મહારાજની ઇચ્છા.

આપણી સૌની વચ્ચેથી આવો કોઇ આત્મા નિકળી જાય તેવું દુઃખ થાય ભાવેશભાઇએ શરીર છોડતા પહેલા એમની સાથે રહેલા તેમના મોટાભાઇ હસમુખભાઇ શીલુ, હિતેષભાઇ શીલુ તથા હિતેષ કાકા ને સારી ગતિની વાત કરી હતી. જેમાં ભાવેશભાઇ માટે અમુક ઇન્જેકશન અને દવાઓ મળતા નહોતા તેમ છતાં હસમુખભાઇએ તેમને જણાવ્યું કે તમારી દવા ઇન્જેકશનો મળી ગયા છે. હવે ટેન્શન ન લેતા ત્યારે ભાવેશભાઇ એ કહ્યું ભલે મળી ગઇ હુ તો કાલનો દિવસ છું આમ અગાઉ તેને અણસાર આવી ગયો હતો અને બધાને ક હે હું તો ધામમાં આટો મારી આવ્યો છું. બધા એક કહે છે. અહીયા મજા છે પણ હું તો કહુ ધામમાં જ મજા છે અહી કચરો છે ત્યાં મજા છે આમ તેનો આત્મા પરમાત્મા સ્થિર થઇ ગુરૂચરણમાં સમાયો છે.

અને આશ્રમે આવતા કોઇપણ ભકતજનો સાધુ સંતો ને જોવે કે તુરંત દોટ મુકે આવો પધારોના ઉમળકા એ હૃદયના ભાવ સાથે સૌને આવકરતા અને તેઓ જયા સુધી રોકાણ કરે ત્યાં સુધી તેમની સાથે રહી જીણવટ ભરી કાળજી લેતા પુ. જેન્તિરામબાપાએ ગઇકાલે ફેસબુક લાઇવ દરમ્યાન વધુમાં જણાવેલ કે હું જયારે તેઓના ખબર અંતર પુછવા વિડીયો કોલ કરતો ત્યારે પોતાનું કોઇપણ દુઃખ ન જણાવતા અરે મોજ મોજ કહી સતત આનંદી જોવા મળતા અને આશ્રમની ૮૦ ટકા જવાબદારી તેઓ સંભાળતા અને ગુણયલ સ્વભાવ ધરાવતા હું ઘણીવાર તેમને કહેતો કે ભાવશે તુ સાધુનો ભેખ પહેરી લે તો તે સામે કહેતા બાપા હું તમને સાધુ જેવો નથી લાગતો આમ અત્યંત સરળ એવા ભાવેશએ તેમનું જીવન સફળ બનાવી લીધુ અને જેને સદ્ગુરૂ મળ્યા છે એ ગમે તેવી અકસ્માતમાં પ્રાણ છોડે તે પરમાત્મામાં ભળી જાય છે. પુ. હરીરામબાપા કહેતા કે સદ્ગુરૂ મળ્યા છે. તે જીવન જીવતા જીવ છેલ્લે સુધી હરીહરી કરતો જાય છે. અને સદ્ગુરૂના ચરણોમાં સમજાય છે. સંતવાણીના આરાધક સવદાસભાઇ આહિરે પણ શ્રધ્ધાંજલી આપી હતી.

(1:04 pm IST)