Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ધોરાજીમાં આવતી કાલે રવિવારે સર્કલ પોલીસ સ્ટેશનનું ભારતના ગૃહમંત્રી અમીતભાઈ શાહ દ્વારા લોકાર્પણ

મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેશે : જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહસિંહ જાડેજાની હાજરીમાં લોકાર્પણ સમારોહ

 ધોરાજી: ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પરેડ ગ્રાઉન્ડની બાજુમાં નૂતન સર્કલ પોલીસ સ્ટેશનનું રવિવારે સવારે 11:30 કલાકે લોકાર્પણ સમારોહ ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના વરદ હસ્તે વર્ચ્યુઅલ  લોકાર્પણ કરવામાં આવશે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમજ પૂર્વ મંત્રી અને જેતપુર ના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ તેમજ ડેપ્યુટી એસ.પી મહર્ષિ રાવલ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા પ્રદેશ ભાજપ સદસ્ય વિ.ડી. પટેલ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા જીલ્લા મહામંત્રી OBC કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઈ માકડીયા તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ  જાડેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ની કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થતા જેના માધ્યમથી રાજ્ય સરકારે ગુજરાતમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી નાબૂદ કરી ડેપ્યુટી એસપી કચેરી કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ છેલ્લે ઉદ્ઘાટન સમારોહમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી નેજ માન્યતા આપતા રવિવારે આજરોજ સવારે 11:30 કલાકે લોકાર્પણ સમારોહ યોજવાનો છે આ સમયે ધોરાજી શહેર અને તાલુકામાંથી વિવિધ સમાજના આગેવાનો વેપારી એસોસિએશન ધોરાજી માર્કેટિંગ યાર્ડ પ્રમુખ સદસ્યઓ તેમજ તાલુકા સંઘ પ્રમુખ સદસ્યઓ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ સરપંચઓ નગરપાલિકાના પ્રમુખઓ તેમજ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ સદસ્યઓ અને ધોરાજી શહેર અને તાલુકાના ગ્રામજનો ને ધોરાજી નૂતન સર્કલ પોલીસઇન્સ્પેક્ટરની કચેરીના લોકાર્પણ સમારોહમાં પધારવા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ એ જાહેર આમંત્રણ પાઠવ્યું છે

(6:49 pm IST)