Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

વેરાવળના બોળાસ ગામે પૂરવઠા વિભાગના ગોડાઉન અધિકારી જીવાભાઈ ભજગોતર દ્વારા માતા-પિતાના વાર્ષિક પૂણ્યમોદન કાર્યક્રમ

સોમનાથ બનનાર અનુ.જાતિ સમાજના સંધમ ભવનમા એક લાખ રૂપિયા અર્પણ

પ્રભાસ પાટણ:  વેરાવળ તાલુકા બોળાશ ગામના અને કોડીનાર પુરવઠા વિભાગના ગોડાઉન અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મશીલ, સૌરાષ્ટ્ર દલિત સંગઠનના સહયોગી કર્મઠ જીવાભાઈ ભજગોતરના માતાપિતાની વાર્ષિક તિથિ પુણ્યમોદન કાર્યક્રમમા સોમનાથ ખાતે બનનાર અનુ. જાતિ સમાજના"સંઘમ ભવન"મા રૂપિયા 100000(એક લાખ)નો ચેક સુત્રાપાડા પાટણ તાબાના આગેવાન અરજણભાઈ ભજગોતર,પ્રમુખ ભગવાનભાઈ ચાવડા,સમાજ મંત્રી ટી.સી .પરમાર, ઉગાભાઈ ચાવડા,સંગઠન સંયોજક ગોવિંદભાઇ ચાવડા, સંગઠન પ્રમુખ માનસિંહભાઈ ચાવડા, ધમ્મવાડી કર્મશીલ જગદીશભાઈ પરમાર,રામ ભાઈ વાળા વગેરેને ચેક આપી માતાપિતાની યાદમા સમર્પિત કરેલ છે

(8:15 pm IST)