Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

જામનગરના INS વાલસુરામાં સદગુરુ જગ્ગી વાસુદેવે નેવીના અધિકારીઓને મળી, વૃક્ષારોપણ કર્યું

સદગુરુએ નૌકાદળના કર્મચારીઓ અને પરિવારો સાથે વાર્તાલાપ કર્યો: 'અમિયા બાગ'ની પણ મુલાકાત લીધી:

 જામનગર : સેવ સોઈલ ચળવળનું નેતૃત્વ કરતા, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ ભારતમાં યાત્રા દરમ્યાન ભારતમાં સૌપ્રથમ જામનગર પહોંચ્યા હતા.
 70 દિવસમાં 20,000 કિલોમીટરનું અંતર કાપ્યા પછી અને તેમને તેમની મોટરસાઇકલ પર 25 દેશોમાંથી પસાર થતા જોયા પછી, સદગુરુ જગ્ગી વાસુદેવ INS વાલસુરા, જામનગર ખાતે પહોંચ્યા જ્યાં નેવલ બેન્ડ દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
 સદગુરુએ નૌકાદળના કર્મચારીઓ અને પરિવારો સાથે વાર્તાલાપ કર્યો અને "માટી બચાવો" ની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડવા ઉપરાંત તોળાઈ રહેલા 'માટી લુપ્તતા'ના વધતા જોખમ વિશે જાગૃતિ ફેલાવી. સદગુરુએ 'અમિયા બાગ'ની પણ મુલાકાત લીધી જેમાં 1200 આંબાના વૃક્ષો છે અને ભારતીય નૌકાદળ દ્વારા માટી અને હરિયાળીની જાળવણી માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.  
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમણે બે અશોકના વૃક્ષો વાવ્યા અને 75 ફળોના રોપા શાળાના બાળકોને ભેટમાં આપ્યા અને આ વૃક્ષો વાવવાનો સંદેશ આપ્યો હતો.(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(8:55 pm IST)