Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ભાવનગરમાં સતત બીજા દિવસે કોરોનાનો કેસ નોંધાયો:

ઇસ્કોન મેગા સિટી વિસ્તારમાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: દિલ્હીથી પરત ફરેલા 60 વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવાયો હતો

ભાવનગર : ભાવનગર શહેરમાં લાંબા સમયગાળા બાદ સતત બીજા દિવસે પણ કોરોનાનો એક પોઝિટિવનો એક કેસ મળ્યો છે. આજે રવિવારે શહેરના ઇસ્કોન મેગા સિટી વિસ્તારમાં એક મહિલાનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
ભાવનગર શહેરમાં ગઇકાલે એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે સતત બીજા દિવસે પણ એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગર શહેરમાં દિલ્હીથી પરત ફરેલા 60 વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવતા તેઓને કોરોના પોઝિટિવ આવેલ છે. હવે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવનો આ કુલ 20,887 મો પોઝિટિવ કેસ છે અને તે પૈકી 20,694 દર્દીઓ કો ૨ોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ કોરોનામાં રીકવરી રેઇટ 99.08 ટકા થયો છે . શહેરમાં હાલ 2 દર્દી કોરોનામાં એક્ટિવ છે અને તે બંને હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે . ભાવનગર શહેરમાં કોરોનાને લીધે સરકારી ચોપડે 191 દર્દીના મોત થયા છે

(8:57 pm IST)