Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ બુલેટ સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા

લાલપર ગામેથી ચોરી થયેલ બુલેટ સાથે વાંકાનેર તાલુકા પોલીસે બે આરોપીને ઝડપી લીધા

ફોટો dhuva

મોરબીના લાલપર ગામેથી ચોરી થયેલ બુલેટ સાથે વાંકાનેર તાલુકા પોલીસે બે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી ચોરીના ગુનાઓ શોધી કાઢવા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઢુવા ચોકડી પાસેથી વિજય જીવાભાઈ સાકરિયા( રહે ઢુવા માટેલ રોડ) અને ધવલ ઉર્ફે પવો જયંતીભાઈ મેરજાને બુલેટ સાથે ઝડપી લીધા હતા અને વાહનના કાગળો માંગતા કાગળો ના હોવાથી પોકેટકોપ મોબાઈલમાં નામ સર્ચ કર આરોપી ધવલ જયાન્તીબાઈ અગાઉ બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું ખુલ્યું હતું જેથી સઘન પૂછપરછ કરતા બુલેટ લાલપર ગામેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી ચોરી થયેલ ૭૦,૦૦૦ ની કિમતનું બુલેટ બાઈક કબજે લઈને બંને આરોપીને ઝડપી લીધા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ કામગીરીમાં વાંકાનેર તાલુકા ઇન્ચાર્જ પીએસઆઈ એ એ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ચમનભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ ઝાલા અને સંજયસિંહ જાડેજા સહતની ટીમ રોકાયેલ હતી

 

(9:38 pm IST)