Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

માળિયા હાઈવે પર ચેકપોસ્ટ નજીકથીછરી સાથે નુરમામદ જામ ઝડપાયો

આરોપીના પેન્ટના નેફામાંથી ધારદાર છરી મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી

માળિયા હાઈવે પર ચેક પોસ્ટ પાસે ચેકિંગ દરમીયાન પોલીસે એક શખ્શને ધારદાર છરી સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઓનેસ્ટ ચેક પોસ્ટ નજીકથી આરોપી નુરમામદ ઈસ્માઈલ જામ (રહે માળિયા વાળો )પસાર થતા આરોપીને રોકીને તલાશી લેતા આરોપીના પેન્ટના નેફામાંથી ધારદાર છરી મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી વિરુદ્ધ જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે  

(9:41 pm IST)