Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

સૂત્રાપાડાના બીજ ગામે દીપડો કૂવામાં ખાબકયો : 40 ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગે રેસ્કયુ ઓપરેશન કર્યું

ઈજાગ્રસ્ત દીપડાને સારવાર માટે અમરાપૂર એનીમલ કેર સેન્ટર ખસેડાયો.

ગીર સોમનાથના સૂત્રાપાડાના બીજ ગામે દીપડો કૂવામાં ખાબકયો હતો,શિકારની શોધમાં આવેલો દીપડો 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા વન વિભાગે રેસ્કયુ ઓપરેશન કર્યું હતું. સ્થાનિકોની મદદથી વન વિભાગે એક કલાકના રેસ્ક્યૂ બાદ દીપડાને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાને હાલ સારવાર માટે અમરાપૂર એનીમલ કેર સેન્ટર ખસેડાયો હતો.

(11:13 pm IST)