Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ભુજમાંથી કાર લઇ ભાગેલા ઢોંગી સાધુ ઉપર રાજકોટ અને અમરેલીમાં પણ ઠગાઇના ગુનાઓ

મુળ કચ્છનો પ્રદીપ પોપટલાલ શાહ રાજસ્થાનથી ઝડપાયો, પોતાને રામદેવપીર રૂડીયાધામના ગાદીપતિ તરીકે ઓળખાવતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૯: ગત તા.૨૫/૬ ના ભુજના માધાપર માંથી ફોર્ચ્યુનર કાર ખરીદવા પૂર્વે ટેસ્ટ ડ્રાઇવ લઈ જઈ કાર સાથે પલાયન થઈ જનાર ઢોંગી સાધુ છેક રાજસ્થાનથી ઝડપાઈ ગયો છે.

ભુજ બી ડિવિઝન પોલીસે કાર લે વેચ કરનાર મહેશગર વેલગર ગુસાઈની ફરિયાદના આધારે પોતાને રૂડિયાધામ રામદેવપીર રાજસ્થાન ના ગાદીપતિ તરીકે ઓળખાવનાર પ્રદિપગિરિ નામના શખ્સ વિરુદ્ઘ કાર અંદર કાગળો તેમ જ ૫૦ હજાર રોકડા ઉઠાવી જવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જે આરોપી રાજસ્થાનના જયપુર જોટાવાડાથી ઝડપાઈ ગયો હતો. આ આરોપીની પુછપરછ માં પોલીસને મળેલી વિગત પ્રમાણે તે ઢોંગી સાધુ બની લોકોને શીશામાં ઉતારતો હતો. તેની સામે રાજકોટ શહેરમાં ૨, અમરેલીમાં ૧, મધ્યપ્રદેશમાં ૧, રાજસ્થાનમાં ૧ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. તેનું નામ પ્રદીપ પોપટલાલ શાહ છે, તે મૂળ કચ્છના મુન્દ્રા તા.ના પત્રી ગામનો છે. ભુજ બી ડિવિઝન પીઆઈ ગોજિયાએ આરોપી વિરુદ્ઘ વધુ તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)