Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ઓખા પાલિકાની ચુંટણી ઇન્ચાર્જ તરીકે ભાજપના સહદેવસિંહ માણેક

(દિવ્યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર તા.૨૯ : દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલી અને મોટી પાલિકામાં ગણાતી એવી પાલિકાની ચુંટણીનો સમય નજીક આવી રહ્યો છે.

ત્યારે આગામી ઓખા પાલિકાની ચુંટણી ઇન્ચાર્જની જવાબદારી સોંપાઇ છે. ભાજપની સંકલન સમિતી દ્વારા સહદેવસિંહ પબુભા માણેકને જવાબદારી સોપાઇ છે.

સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સહદેવસિંહ દ્વારા ચુંટણીલક્ષી આયોજનો ખુબ જ સારી રીતે કરાયા હોય તેમની દીર્ધદ્રષ્ટિ અને કાર્યકુશળતા જોઇને ઓખા પાલિકાની ચુંટણી ઇન્ચાર્જ તરીકે તેમની નિમણુંક કરી હતી.

(11:25 am IST)