Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

કચ્છમાં કોરોનાએ પોરો ખાધો : નવો એક પણ કેસ નહીં : મ્યુકોરમાઇસિસના ૯ દર્દી સારવાર હેઠળ

ગત ૧ લી લહેર સમયે પણ જૂનમાં ઝીરો કેસ હવે બીજી લહેર સમયે પણ જૂનમાં ઝીરો કેસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૯: કોરોનાની બીજી લહેર કચ્છમાં ભારે ઉત્પાત મચાવ્યા પછી હવે ધીરે ધીરે શાંત પડી રહી છે. ગઈકાલે બીજી લહેર બાદ પ્રથમ વાર ઝીરો કેસ નોંધાયા છે.

આમ ગત વર્ષે ૧ લી લહેર પછી જૂન ૨૦૨૦ માં ઝીરો કેસ નોંધાયો હતો. જયારે આ વર્ષે બીજી લહેરમાં પણ જૂન ૨૦૨૧ માં ઝીરો કેસ નોંધાયો છે. જયારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કોરોનાના દર્દીઓ પણ ઘટીને માટે ૪૯ જ રહ્યા છે. સરકારી ચોપડે બન્ને લહેરમાં મળીને કુલ ૧૨૫૭૭ દર્દીઓ નોંધાયા છે. જેમાં ૨૮૨ મોત સરકારી ચોપડે દર્શાવાયા છે. પરંતુ સરકારી આંકડાઓ સામે સતત સવાલો થતાં રહ્યા છે.

જોકે, મ્યુકોરમાઈસિસના ૯ દર્દીઓ હજી સારવાર હેઠળ છે. કચ્છ જિલ્લામાં મ્યુકોરમાઈસિસના અત્યાર સુધીમાં ૪૮ દર્દીઓ નોંધાયા છે.

(11:26 am IST)