Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

રજાના માહોલમાં દ્વારકા યાત્રાધામમાં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ ઉમટ્યા

હોટલો, રેસ્ટોરન્ટ, રીસોર્ટમાં પગ મુકવાની જગ્યા ન મળે તેવી ભીડ

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૨૯ :. દ્વારકા યાત્રાધામમાં હવે ડેસ્ટાનેશન્ટ ટુરીઝમનો પણ ઉમેરો થતા દર્શનાર્થી અને હરવા ફરવા માટેના પ્રવાસીઓનો પણ ઉમેરો થયો છે. જેને લઈને કોરોનાની બીજી લહેર બાદ દ્વારકામાં શુક્ર-શનિ અને રવિવારની ત્રણ દિવસની રજામાં ખાસ કરીને ગુજરાતના લોકોની ભીડ જોવા મળી રહી છે.

 

દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસમાં જોવા મળેલ ટ્રાફીક ઉપરથી સમજી શકાય તેમ છે કે આવનારા દિવસોમાં યાત્રાધામ અને પ્રવાસન બન્નેને વેગ મળવાનો છે અને હોટલ ઉદ્યોગને સારો એવો ફાયદો થવાનો છે. વિક એન્ડમાં યાત્રિકોનો અને પ્રવાસીઓના ટ્રાફીકમાં ખાસ કરીને શિવરાજપુર, સુદામા સેતુ અને દ્વારકાના સમુદ્ર કિનારે આવેલ ભડકેશ્વર બીચ, ગાયત્રી બીચ અને ગોમતી નદીના સમુદ્ર કિનારે પ્રવાસીઓ વધુને વધુ હરવા ફરવા જઈ રહ્યા છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર એ સુવિધાઓ અને વિકાસ સાથે વિકસાવેલ ઉપરોકત સ્થળો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને કોરોનાના કારણે વિદેશ જવા પર પ્રવાસીઓને મોટાભાગે નિયંત્રણ હોય અને વિમાની સેવાઓ મર્યાદીત છે. તેમજ હજુ લોકો કોરોનાની ત્રીજી લહેરની દહેશતથી ગભરાયેલા છે. જેથી ગુજરાતના લોકો સૌરાષ્ટ્રના યાત્રાધામો અને પ્રવાસન ઉપર વધુને વધુ પસંદ કરી રહ્યા છે.

છેલ્લા સપ્તાહમાં પૂનમથી લઈને શનિ-રવિની રજાઓ સુધીમાં દ્વારકામાં પચાશ હજાર જેટલા પ્રવાસીઓએ  મુલાકાત લીધી હોવાનો અંદાજ છે. શહેરના નાનામોટા ગેસ્ટ હાઉસ, લકઝરી હોટલ અને આસપાસની રીસોર્ટમાં ભારે ધસારો જોવા મળે છે.

(11:27 am IST)