Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગોંડલ પાસે ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી લીધો

ગોંડલના જામવાડી એશીયાટીક ઇન્ટરનેશનલ એકેડેમી સ્કુલ પાસે ભાવસિંગ વેસ્તાભાઇ રાઠવા રે. હાલ જામવાડીને ગાંજાનો જથ્થો એક કિલો કિંમત ૧૦,૦૦૦ તથા બાઇક મળી કુલ રૂ. ૬પ૦૦૦ ના મુદામાલ સાથે રૂરલ એસ. ઓ. જી.ના પી.આઇ. એ. આર. ગોહીલ તથા પી. એસ. આઇ. એચ. એમ. રાણાની ટીમે ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો. પકડાયેલ ભાવસીંગે આ ગાંજાનો જથ્થો એમ. પી.ના શખ્સ પાસે ૩ હજારમાં લઇ ૮ હજારમાં વેચવાનો હોવાની કબુલાત આપી હતી. પકડાયેલ શખ્સને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે. તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસ. ઓ. જી.નો સ્ટાફ નજરે પડે છે.

(12:26 pm IST)