Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગોંડલના નગરસેવકની અનોખી સેવા : 'મદદના ચોરા' દ્વારા પ્રશ્નો ઉકેલવા ઝુંબેશ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૯: નગરપાલિકામાં ચુંટાઇને મહ્રદઅંશે સદસ્યો સતાનાં મદમાં મહાલતા હોયછે.લોકસેવાની સક્રિયતા ભાગ્યે જોવાં મળતી હોયછે.અલબત ધણા નગર સેવકો સેવાનો પર્યાય પણ બનતાં હોય છે.લોકોનાં હદયમાં સ્થાન ધરાવતાં વોર્ડ નં. એકનાં ચુંટાયેલા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજાની સક્રીય સેવાં હાલ દાખલા રૂપ બનવાં પામી છે.

રાજેન્દ્રસિંહ જાડેજા દર સોમવારે તાલુકા સેવા સદન નજીક જનતા ભોજનાલયની બાજુમાં વૃક્ષ નાં ઓટલા પર આશન પાથરી 'મદદનો ચોરો'ચલાવી રહ્યા છે.

રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા છેલ્લા ત્રણ સોમવારથી સવારે અગિયાર થી બે વાગ્યા સુધી વૃક્ષનાં ઓટલે બેસી લોકપ્રશ્ર સાંભળવા અને ત્વરીત ઉકેલ માટે સંલગ્ન કચેરીઓમાં પ્રયત્નશીલ રહે છે.

ત્રણ સોમવાર દરમ્યાન અંદાજે ૧૩૦ થી વધુ પ્રશ્ર્નો 'મદદ નાં ચોરા' દ્વારા ઉકેલ પામ્યાં છે.

રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે કે કોરોના કહેરમાં જે બાળકો એ માતા પિતા ગુમાવ્યાં છે તેવાં બાળકોને સરકારી સહાય ઉપરાંત પેન્સન મદદના ચોરાનાં માધ્યમ માધ્યમ થી ચાલું કરાવ્યાં છે.ઉપરાંત વિધવા,વૃધ્ધા અને દિવ્યાંગ પેન્સન માટે અરજદારો પાસે ફોર્મ ભરાવી લાભ મળતો થાય તેવાં નક્કર પ્રયત્નો હાથ ધર્યા છે.

રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે હાલ લોકો ને રેશનકાર્ડ પર મળતું અનાજ બંધ છે. કોરોનાની કારમી સ્થિતીમાં ધંધા રોજગારને માઠી અસર પડી હોય ગરીબ પરીવારો બેહાલ સ્થિતીમાં જીવી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા અનાજ મળતું બંધ થયું હોય ગરીબો માટે 'પડ્યા પર પાટુ'ની સ્થિતિ સર્જાઇ છે.'મદદ નાં ચોરા'માં આ અંગે ની અનેક ફરીયાદો આવી છે.જે માટે જરુર પડ્યે તંત્ર સામે લડત પણ આપીશું.

ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ દ્વારા છેલ્લા એક દોઢ વર્ષથી દર રવિવારે 'સન્ડે સ્લમ ડે'અભિયાન દ્વારા સ્લમ વિસ્તારો માં જઇને લોક પૃશ્ર્નો અંગે વાચા અપાઇ રહીછે.ખાસ કરીને ઝુપડપટ્ટીમાં રહેતો ગરીબ વર્ગ આ અભિયાનનો લાભ લઇ રહયાં છે.

રાજેન્દ્રસિંહ કહે છે કે જુનાં સમયમાં ગામ નો ચોરો ચર્ચા નું માધ્યમ કહેવાતો.એ હિસાબે 'મદદ નો ચોરો' નામ આપી ઝુંબેશ શરું કરાઇ છે.

શહેરનાં નોખા અને અનોખા નગર સેવક દ્વારા શરૃં કરાયેલ સેવાયજ્ઞની બહોળી સરાહના થઇ રહી છે.

(12:27 pm IST)