Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ઉનામાં ગૌ માતાને મારશો નહીં : અભિયાન

દુકાનો અને ઘર પાસે ગાયોને તથા મૂંગા પશુઓને ભગાડવા લાકડીથી મારવાને બદલે પાણીની સ્પ્રનો બોટલ ઉપયોગ કરવા અપીલ : માનવતા ગ્રુપ દ્વારા ૨૩૬ પાણીની સ્પ્રે બોટલોનું વિતરણ

(નીરવ ગઢિયા દ્વારા) ઉના,તા. ૨૯: ગૌમાતાને મારશો નહી અભિયાનનો પ્રારંભ થયો છે. દુકાનો ઘર પાસેથી ગાયને ભગાડ્યા લાકડીને  બદલે પાણીની સ્પ્રે બોટલનો ઉપયોગ કરવા અને આવી ૨૩૬ પાણીની સ્પ્રે બોટલનું વિતરણ કર્યું હતું.

ગાયને આપણે માતાનું સ્થાન આપ્યું છે ત્યારે ઘણી વખત લારી ગલ્લાઓવાળા ખાદ્યવસ્તુઓને નુકસાન પહોંચે તેવા ભયથી ગાય તેમજ કૂતરાઓને લાકડીથી ભગાડતા હોય છે. કામધેનુ, કપિલા, સુરભી, કવલી આ બધા નામથી ઓળખાય છે આપણી ગૌ માતા. શાસ્ત્રોમાં તેમજ ઋગવેદમાં ગાય ને એશ્વર્ય પણ કહેવામાં આવે છે. અર્થ, આરોગ્ય, આધ્યાત્મ, ઉર્જા અને સૌંદર્ય અને પર્યાવરણની આધારસમી ગૌ માતાનું આપણા દેશમાં ખુબજ મહત્વ આપવમાં આવે છે ત્યારે તેને લાકડીથી કે કોઈ અન્ય રીતે ઇજા ન પહોંચે તેવા ઉમદા હેતુથી 'એક દિવાળી માનવતાની-ઉના ગ્રુપ' દ્વારા ઉના શહેરનાં મુખ્યમાર્ગો તેમજ મુખ્યવિસ્તારો જેવાકે, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, ત્રિકોણબાગ, ગનીમાર્કેટ, ટાવરચોક, તેમજ વિવિધ વિસ્તારમાં એક દિવાળી માનવતા ગ્રુપના સભ્યો દ્વારા ફ્રુટ, કરીયાણા અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારી મિત્રોને ૨૩૬ પાણીની સ્પ્રે બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે લોકોને સમજાવવામાં આવ્યા હતા કે ગાય તેમજ મુંગા પશુઓને ભગાડવા માટે લાકડીને બદલે પાણીના સ્પ્રેની આ બોટલનો ઉપયોગ કરશો. આ તકે એક દિવાળી માનવતા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે અમારી આ પહેલ કદાચ ખૂબ નાની હોય શકે પણ અમારા આ વિચારો અનમોલ છે, લોકોએ 'ગૌ માતાને મારશો નહીં.' તેવી અપીલ કરી હતી.

(12:29 pm IST)