Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગણતરીના દિવસોમાં જ કચ્છ કલેકટર ડી.કે. પ્રવિણાને પંચમહાલ મુકતો હુકમ રદ્દ

પંચમહાલથી બદલાયેલા સુજલ મિયાત્રા હવે મુળ સ્થાને જ રહેશેઃ વહીવટી તંત્રમાં આશ્ચર્ય સાથે અનેકવિધ અનુમાનો

રાજકોટઃ તાજેતરમાં થયેલ આઈ.એ. એસ. લેવલના કલેકટર અને ડીડીઓ લેવલના અધિકારીઓની બદલીમાં કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે.ને કચ્છ- ભૂજથી બદલી પંચમહાલ જિલ્લામાં મુકતો અને પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મિયાત્રાને કચ્છમાં કલેકટર તરીકે મુકતો હુકમ અચાનક રદ્દ કરી બન્નેને પોતાના મુળ સ્થાને મુકતો હુકમ થતાં વહીવટી અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે

(12:33 pm IST)