Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

IAS પ્રવિણા ડી. કે.ની ફરી કચ્છ-ભૂજના કલેક્ટર તરીકે તથા સુજલ મયાત્રાની પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકે બદલી

કચ્છ કલેક્ટર તરીકે પુનઃ પ્રવિણા ડી.કે. મૂકાયાઃ દસ દિવસમાં ફેરબદલથી અનેક અટકળો

ભુજઃ કચ્છના કલેક્ટર પ્રવિણા ડી.કે.ને દસ દિવસની અંદર પંચમહાલથી પુનઃ કચ્છ કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યાં છે. પ્રવિણા ડી.કે.ના સ્થાને કચ્છ કલેક્ટર તરીકે મૂકાયેલાં સુજલ મયાત્રાને પંચમહાલ મૂકાયાં છે. દસ દિવસના ટૂંકા ગાળામાં કચ્છ કલેક્ટરની અરસપરસ થયેલી બદલીના હુકમથી અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. કચ્છમાં કલેક્ટર તરીકે અન્યત્ર બદલી પામ્યાં બાદ ટૂંકાગાળામાં ફરી એ જ અધિકારીને પરત કલેક્ટર પદે મૂકાયાં હોય તેવો આ કદાચ પ્રથમ દાખલો છે.

 પ્રવિણા ડી.કે.ને કચ્છમાં પરત મૂકવા પાછળ કયા કયા કારણો હોઈ શકે તે અંગે રાજ્યની આઈએએસ લૉબીથી લઈ આમજનતામાં અનેક અટકળો થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ 2019માં કચ્છના કલેક્ટર તરીકે મૂકાયેલાં નાગરાજનની પણ ત્રણ માસના ટૂંકા ગાળામાં ભેદી રીતે બદલી કરાઈ હતી અને તેમના સ્થાને પ્રવિણા ડી.કે.ને મૂકાયાં હતા.

(12:34 pm IST)