Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

રાજકોટના ક્ષત્રિય યુવાનના કાલાવાડના નાના વડાળા ગામે વાડીના ગોડાઉનમાંથી સવા નવ લાખનો દારૂ કબ્જે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેકટર હિરલબેન વશરામભાઈ પટેલ એ ફરીયાદ નોંધાવી છે કે, નાના વડાળા ગામની સીમમાં આવેલ આરોપી કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા (રે.રાજકોટ)ની વાડીના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની અંગ્રેજી બોટલો જેમાં મેકડોવેલ્સ નં.૧ સુપ્રિયર વ્હીસ્કી ઓરીજનલ ની બોટલ નંગ–૯૯૬ જેની કિંમત રૂ.૪,૯૮,૦૦૦/– તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ–૩૧ર, જેની કિંમત રૂ.૧,પ૬,૦૦૦/– તથા બ્લેન્ડર પ્રીડી અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ–૪૮, કિંમત રૂ.ર,૦૪,૦૦૦/– તથા ઓલ સેલ્સન ગોલ્ડ કલાસીક રોયલ વ્હીસ્કી બોટલ નંગ–૧૪૪, કિંમત રૂ.૭ર,૦૦૦/– મળી બોટલ નંગ–૧૮૬૦, કિંમત રૂ.૯,૩૦,૦૦૦/– તથા  અંગ્રેજી દારૂની હેરાફેરી કરવા તેમજ માલ પહોંચાડવા માટે ઉપયોગમાં લીધેલ હીરો હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પેલન્ડર પ્લસ જેના મોટરસાયકલ રજી.નં.જી.જે.–૧૧–કયુ–પ૩ર૮, જેની કિંમત રૂ.૧પ,૦૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૯,૪પ,૦૦૦/નો રાખેલ જે પોલીસે પકડી પાડયો છે. આરોપી ફરાર થઇ ગયેલ છે.

કાંટાની વાડ સરખી કરવા બાબતે બઘડાટી બોલી

 જામજોધપુર પોલીસ સ્ટેશનમાં માડાભાઈ અરજણભાઈ છેલાણા, ઉ.વ.ર૮, રે. મેઘપર આબરડી ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, દિવ્યરાજસિંહ ઉર્ફે કાનભા ધમભા જાડેજા તથા હરપાલસિંહ દિલીપસિંહ   અને એક અજાણ્યા ઈસમ એ ફરીયાદી માડાભાઈ તથા તેના પિતાને વાડામાં કાટાની વાડ સરખી કરવા બાબતે બોલાચાલી થતા આરોપીઓ ઉશકેરાઈ જઈ લાકડાના ધોકા, ધારિયુ, તલવાર તથા છરી વડે મારમારી ફરીયાદી માડાભાઈના માથામાં તથા ડાબા હાથની આંગળીમાં ઈજા કરી તથા ફરીયાદી માંડાભાઈ ના પિતાને માથામા કપાળના ભાગે ઈજા કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તંબોલી માર્કેટ, પઠાણ ફળી સામે, ગરબી ચોક, જામનગરમાં અજીદભાઈ અલારખાભાઈ બ્લોચ, ઈમ્તીયાઝ અલારખાભાઈ સિપાઈ, નજીરભાઈ અબ્બાસભાઈ ગોરી, જુગાર રમી રમાડતા રૂ.૧પ,૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દવા પી આયખું ટુકવ્યંુ

લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા પ્રવિણભાઈ નારનભાઈ પરમાર, ઉ.વ.૪૦ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પ્રીતિબેન પ્રવિણભાઈ પરમાર, રે. ઈશ્વરીયા ગામ વાળા એ પોતાના ઘરેથી કોઈ કારણસર ઝેરી દવા પી લેતા પ્રાથમીક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા મૃત્યુ પામેલ છે.

(1:44 pm IST)