Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

બાળરોગમાં દેશી ઉપચારો લાભદાયી અને લાંબી તંદુરસ્તી બક્ષે

બાળકની સુકી ખાંસીમાં અનુભવી માતાનું દેશી વૈદુ કામ કરી જાયઃ નવજાત શિશુને માતા છાતી સરસુ ચાંપે ત્યારે જન્મ સમયની કષ્ટ વેદના ભુલાય જાય ત્યારે મેડીકલ સાયન્સ પણ કામ આવતુ નથી

પોરબંદરઃ આપણી સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોનું મહત્વ સમાયેલ છે. સમજીએ વહેવારમાં આવે છે પરંતુ અમલમાં કેટલું ?  પ્રાથમીક ધોરણમાં અને માધ્યમિક ધોરણ ઘણુ કરી સ્વ.નૃરસિંહ ભોળાનાથ દિવેટીયા રચીત એક કવિતા ગુજરાતી અભ્યાસક્રમમાં ખાસ ભણાવવામાં આવતી તેની અમુક પંકિતના શબ્દો છે હુ સુતો પારણે... મા હેતવાની... સુવડાવતી પોતે ભીનામાં પોઢે  મને સુકામાં સુવડાવતી વિગેરે શબ્દ રચતી મા ના હેતની ફરજ જવાબદારી દર્શાવતી આ કવિતા ઘણું માતૃભાવનાનું વર્ણન કરી સમજાવી જાય છે. આજે  ગાવા પુરતુ રહયું.

 જન્મ આપતા જન્મદાત્રી માતા અનેક કષ્ટ વેઠી બાળકને જન્મ આપે છે. ત્યારે પડતા કષ્ટનું ઋદન કરે છે. બાળકના જન્મ બાદ કષ્ટ પીડા ઓછી પણ સમી જતા માતા હસતે મુખે નવજાત બાળકને છાતી સરસુ  ચાપે છે. પૈયપાન કરાવે છે. પડેલ કષ્ટ વેદના ભુલાય જાય છે. બાળક ઉચ્છેરની જવાબદારી સંભાળે છે. પોતાના ગૃહસ્થી જીવનમાં પુનઃ પ્રવેશ કરે છે. બાળક જન્મનું કષ્ટ ભુલી જાય છે.

જન્મદાત્રી માતા કે જન્મદાતા પિતાની જીંદગી ખરી કસોટી ત્યારે થાય કે નવજાત શીશુનું અવતરણ થતા તેમના શરીરના અવયવો પુરતા વિકસીત ન થાય ત્યારે કયાંયને કયાંય ખામી જણાય કેટલાક કિસ્સામાં તો નવજાત શીશુ ભાર રૂપ બની જતુ હોય કારણ કે આર્થીક સ્થિતિ પરીવારની અતિ નબળી હોય મોભીને કુટુંબના ભરણપોષણની જવાબદારી સાથે કુદરતે સોંપેલ કસોટીરૂપ બાળકનું ભરણપોષણ ઉચ્છેર આ ખરી જીવનની સમસ્યા રહે છે. કેટલાક કિસ્સામાં તબીબી વિજ્ઞાનની પણ વિકલાંગતા દુર કરવા સહાય લેવાની રહે તો આર્થીક જરૂરીયાતનો અભાવ ત્યારે જન્મદાત્રી માતા જન્મદાતા પિતાની હાલત  માનસીકતા જાળવવી મુશ્કેલ બને છે. છતાં પણ સહનશકિત કેળવી લ્યે છે. ઓપરેશન કરાવવા માટે નાણાકીય જોગવાઇ ઉભી કરવા માન અપમાન સહન કરતા કરતા મુર્ખ સહન કરી લ્યે. જન્મ લેનાર બાળક નવજીવન બક્ષે કેટલીક સંસ્થાઓ માનવતાનો ઢંઢેરો પીટે છે. મોટા ફંડ ફાળા ઉઘરાવે છે. પરંતુ સહાયતા કરવા અને જવાબદારી નિભાવવામાં આશ્ચર્ય ચિન્હ સર્જે છે. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરાય છે. જાહેરાત મુજબ સહાય મેળવવામાં સફળતા મળે તો આવક કરતાં જાવક વધુ તેમાં ઉચ્ચકક્ષા રજુઆત કરો તો સાંભળે કોણ?

સુકી ખાંસીના  જેના ઉપાય ઘરગથ્થુ અનભવી માતાનું વૈદુ કામ આવે. કેટલાક નવજાત શીશુને તાળવામાં ધારી પડતા તાળવા નીચે ખાડા પડી જાય. તેને ઉપાડવા મેડકીલ સાયન્સ કામ આવતુ નથી. અનુભવી માતાનો અનુભવ વગર પૈસે કામ કરી જાય. સુકી ઘારીમાં બાળક સુકાતુ જાય છે. શરીરમાં અસાતના અનુભવે રૂદન કરે રાખે ડોકટર ઇલાજ કામ આવતો નથી. પરંતુ શરીરના અમુક ભાગમાં પાણી અરીઠા પાણી વિગેરે ઉપયોગ કરી ઘસવામાં આવે ત્યારે જીણાજીણા સુવી બહાર આવે તને હળવે હાથે ચપટી દ્વારા ખેંચવામાં આવે પ્રારંભમાં ત્રણ દિવસ ત્યાર બાદ જરૂરત મુજબના દિવસોમાં ધારી ઉપાડાય સુકતારાનો રોગ કહેવાય છે. આ અનુભવી દાયણ મા સુયાણીના અનુભવ કામ આવે છે.

બાલ્ય અવસ્થામાં ભરાણી ઇન્ફલુએન્ઝા, ન્યુમોનીયા, ડબલલ ન્યુમોનીયા, એકાંતરા તાવ (ટાઇફોડ) ટાઢીયો તાવ (મેલેરીયા) તાવ ઋતુ બદલતા હળવો ભારે કમળો હોય તો દેશી ઓળખ કમરી લીવરની તકલીફ વધરાવળ, આંચકી જેવા દેશી સાથે ડોસીમાનું ઘરગથ્થુ વૈદુ ટુચકા એલોપેથીક દવાનો ઉપયોગ રતવો, ફટકીયા, માટે ટુચકા પ્રયોગ, રતવો, કમળા, ફટકીયા મંગાવે ડોકમા઼ પારો બાંધે, મોતી પહેરાવે, જાણકાર પાસે મંત્રાવે, રતવાનો પારો અમુક વ્યકિત પાસે હોય છે. જે કાંઇ પણ બ્હાનુ આપી લઇ આવે રતવા મટતા પાછો આપી આવે. બ્હાનુ લઇ આવે અમુક માન્યતા પ્રમાણે ગાય, શ્વાન, કબુતરને  ચણ રોટલો ઘાસ ખવડાવે. કમળામાં તેને મંત્રાવો પડે છે. સાકર દારીયા શેરડી આખા દિવસમાં ખાઇ સહાય તેટલા મંત્રાવે.

બાળક રોગમાં આ ચોમાસાની ઋતુ દરમ્યાન ઓરી, અછબડા, નૂરબીબી, શીતળા તેમજ અન્ય પાણીજન્ય રોગો, કેટલાક ઘાતક નિવડી શકે જેથી ખાસ કાળજી રાખવી જરૂરી છે. હાલ શીતળાનો રોગ નાબુદ થયેલ છે. તેમ સરકારશ્રી જાહેરાતના માધ્યમ દ્વારા જણાવે છે કે કાબુ હેઠળ છે. તેની રસી બનાવવામાં આવી છે નવજાત બાળકને અપાય છે.  દેશી દવા ઘરગથ્થુ ઉપાય થતા હવે તો એલોપેથીક સહાય બની છે. શીતળામાં તાવનુ પ્રમાણ હોય છે. આ રોગનું નિદાન રસી ભરેલ દાણા દેખાય છે. પીળા હોય છે. શીતળા રોગ દેખાણા પછી શીતળા માતાની માનતા હોય છે. આ દિવસે શીતળા માતાએ રોગનો ભોગ બનનારને સ્વચ્છ થયા પછી પડો લગાવવામાં આવે છે. નિવેદ કરાય છે. શ્રીફળ વધારાય છે. ઘઉં કે ચોખા કે બાજરાના કાચા લોટ મિશ્રિત ઘી, ખાંડની કુલેર બનાવી ધરાવાય તથા રૂનું માળા કંકુ લગાડી ઘરમાં કડવો લીમડો ઉંમરે રાખવામાં બહારની વ્યકિતને ઘરમાં પ્રવેશ નહી, ઘરના સભ્ય બહાર ગયા હોય તો ઘરમાં પ્રવેશતા એક સગડીમાં અથવા માટીના વાસણમાં રાખી ભરેલા દેવતા સળગાવી રખાય જે ચોવીસ કલાક અખંડ હોય. આવતા જતા ઘરની બાજુમાં રાખેલ સુવા (મુખવાસ સુવાદાણા) ચપટી દેવતા પધરાવે જે જંતુનાશક છે. તેની ધુંવાળી અખંડ રખાય. કેટલાક ગુગળ-પાંદડાઓ ધુપ - કપુરનો પણ ઉપયોગ એન્ટીસેપ્ટીક જંતુનાશક દવા તરીકે ઉપયોગ કરે છે.

ઓળી નૂરબીબી, અછબડા ફટકીયામાં થયેલ હોય કે નીકળેલ હોય તે ઘરમાં પ્રવેશ બહારની વ્યકિતને મળે નહી. ઘરના ઉંબરે કડવા લીમડાની ડાળી રાખવામાં આવે. દેશી ઉપચાર સુવા (મુખવાસ સુવાદાણા)ના ધુમાડા, ગુગળ, પાંદડીઓ, ધૂપ, કપુરનો ધૂપ કરાય છે. (સંકલનઃ હેમેન્દ્રકુમાર પારેખ-પોરબંદર)

(1:44 pm IST)