Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જૂનાગઢમાં અષાઢી બીજે શ્રી જગન્નાથજી મંદિરે બે દિવસીય કાર્યક્રમો : શોભાયાત્રા માટે મંજુરીની રાહ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૨૯: પુરીના જગન્નાથજી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન જૂનાગઢમાં બિરાજતા ભગવાન જગન્નાથજી , સુભદ્રાજી અને ભાઈ બલરામ ને મૂર્તિઓને ગણવામાં આવે છે તેવા ગંધ્રપવાડા  માં આવેલ જગન્નાથજી મંદિર ખાતે આગામી તારીખ ૧૨ જુલાઈના અષાઢી બીજના દિવસે સુપ્રસિદ્ઘ જગન્નાથજી મંદિર ખાતે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ  વિવિધ કાર્યક્રમો દ્વારા અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે જે આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે યોજાનારા અંતર્ગત આગામી તારીખ ૧૧ અને ૧૨ જુલાઈ ના રોજ બે દિવસ કોરોના ગાઇડલાઇન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાશે.

બે દિવસ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં તારીખ ૧૧ રવિવાર ના રોજ સવારે મંદિર ખાતે વિષ્ણુ યાગ યજ્ઞ, રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે તો તારીખ ૧૨ જુલાઈ ના રોજ અષાઢી બીજ ના દિવસે સોમવારે ભગવાનનું શાહી સ્નાન,  હાંડી ભોગ પ્રસાદ, નવા વસ્ત્રો પરિધાન, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

કોરોના મહામારીને પગલે ગત વર્ષે જગન્નાથજી મંદિરેથી નીકળતી શોભાયાત્રા રદ કરવામાં આવી હતી તો આ વર્ષે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા શોભા યાત્રા અંગે કોરોના ગાઇડલાઇન મુજબ તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે જે મંજૂર થશે તો જરૂરી ગાઇડલાઇન મુજબ રથયાત્રા શહેરના માર્ગો પરથી નીકળશે

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના પ્રમુખ મહંત તનસુખ ગીરીબાપુના માર્ગદર્શન નીચે જગન્નાથજી રથયાત્રા સમિતિના જનકભાઈ પુરોહિત, વીરેનભાઈ શાહ, રાજેન્દ્રભાઈ ચુડાસમા, નવનીત ભાઈ શાહ, શૈલેષભાઈ પારેખ, મનસુખભાઈ વાજા, સહિતના સમિતિના સભ્યો દ્વારા રથયાત્રા નિમિત્ત્।ે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

(1:46 pm IST)