Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જુનાગઢ હનીટ્રેપના ત્રણેય આરોપી ઝબ્બેઃ મહિલા ફરાર

આર્યનને ધો.૧૨ની ફી ભરવી હતીઃ પત્નિ સગર્ભા હોઇ ડ્રાઇવર સલમાન ને પૈસાની જરૂર હતીઃ રૂપિયા પડાવવા કારસ્તાન કર્યાની કબૂલાત

જૂનાગઢ, તા.૨૯: શહેના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગેટ કિપર તરીકે નોકરી કરતા, ર્ંફરિયાદી મુકેશભાઈ માધાભાઈ રાઠોડ ઉ.વ. ૩૪ રહે. રેલવે કોલોની, મામાદેવના મંદિર પાસે, ડેલા ન. ૨૧, જોશીપરા, અગ્રાવત ચોક પાસે, જૂનાગઢને પોતાની  નોકરી ઉપર રેલવે ફાટકએ હાજર હતા, દરમ્યાન એક અજાણી મહિલા તેમજ  બે અજાણ્યા ઈસમો, તેમાંથી એક ઈસમ ફરીયાદીને છરી બતાવી,  જાનથી મારી નાખવાની ધમકી આપી, છરીની અણીએ ફરિયાદીના કપડા કઢાવી, આરોપીઓ સાથેની મહિલાના પણ કપડા કઢાવી, ફરિયાદી તેમજ આરોપી મહિલાને એકબીજાની પાસે ઉભા રખાવી, સાથેના આરોપીએ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી  લીધેલ અને વીડિયો વાયરલ કરી નાખવાની તેમજ બળાત્કારનો ખોટો  કેશ કરી, ફસાવી દેવાની ધમકી આપી, ફરિયાદી પાસે રહેલ ૫૦૦ રૂપિયા કઢાવી લીધેલ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, બીજા પાંચ લાખ આપવાની વાત કરતા ફરિયાદી પાસે આટલા પૈસા ના હોય, જેથી રકજક કરી, ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ અને આરોપીઓએ ફરિયાદી ઉપર વિશ્વાસ નથી તેવું જણાવતા, આરોપીઓએ કોઈ ઓળખીતા માણસને વચ્ચે રાખવાનું કહી, સાબલપુરના આર્યનને રેલવે ફાટક પાસે બોલાવેલ અને આર્યન સમાધાનમાં વચ્ચે રહેલ અને બીજા દિવસે  રૂપિયા ૧૦૦૦૦ તેમજ બાકીના ૨૯૦૦૦૦ તા.૧૬-૭-૨૦૨૧ના રોજ આપવાનું નક્કી કરી, યુવતી તથા ત્રણ ઈસમોએ ૩ લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતની ફરિયાદ,ર્ં ફરિયાદી એ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા  તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા ર્ંહની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ,ર્ં ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.વી.ધોકડિયા તથા સ્ટાફના એ.એસ.આઈ  સંતોકબેન, હે.કો.ભદ્રેશભાઈ, પો.કો. દિનેશભાઇ, કરણભાઇ, વિક્રમભાઈ, અજયભાઈ, રાહુલભાઈ, ભરતભાઇ, દીપકભાઈ, જૈતાભાઈ, સહિતના માણસોની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, આરોપીઓ (૧) સલમાન તૈયબ વિશળ (૨) બસિર હબીબ સુમરા (૩)આર્યન યુનુસભાઈ  ઠેબા (૪) શબનમ ઉર્ફે સબુ રહે.તમામ જૂનાગઢ સહિતના ચાર આરોપીઓની સંડોવણી હોવાની વિગતો જાણવા મળતા, ફરિયાદી મારફતે જ રૂપિયા ત્રણ લાખ આપવાનું જણાવી, ટ્રેપ કરી, કાગળના બંડલ આધારે રૂપિયા જેવું પ્લાસ્ટિકના થેલીમાં બનાવી, તાલુકા પોલીસની ટીમ દ્વારા ખાનગી કપડામાં વોચ ગોઠવી, આરોપીઓ ત્રણ લાખ રૂપિયા લેવા રેલવે ફાટક પાસે આવતા, ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ર્ંઆરોપીઓ (૧) સલમાન તૈયબભાઈ વિશળ ગામેતી ઉવ. ૨૭ રહે. રામદેવપરા, શકકરબાગ (૨) બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા  ઉ.વ. ૩૧ રહે. ૬૬કે.વી., મહેતાનગર (૩) આર્યન યુનુસભાઈ  ઠેબા  ગામેતી ઉવ. ૧૯ રહે. સાબલપુર ની ર્ંકાઉન્ટર ટ્રેર્પં કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામા આવેલ છે. આ ગુન્હાના કામે મહિલા આરોપી શબનમ ઉર્ફે શબ્બુ દ્યર છોડીને નાસી ગયેલ હોઈ, તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના કબજામાંથી આ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ મોબાઈલ ફોન નંગ ૦૩ સહિતનો મુદામાલ પણ કબજે કરવા તજવીજ કરવામાં આવેલ છે.

પૈકી આરોપી આર્યન ધોરણ ૧૨ મા અભ્યાસ કરતો હોય, પિતા મજૂરી કરતા હોય, ફી ભરવા માટે રૂપિયાની જરૂરિયાત હોય તેમજ આરોપી સલમાન ટ્રક ડ્રાઇવિંગ કરતો હોઈ, લોક ડાઉનમાં ટ્રાન્સપોર્ટ બંધ જેવું હોઈ, પત્ની પ્રેગ્નેટ હોઈ, સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી શબનમ ઉર્ફે શબ્બુ પણ જુગાર રમવાની ટેવ હોઈ, જુગારમાં રૂપિયા હારી જતા,તેને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી હનીટ્રેપનું કાવતરું રચી, રૂપિયા પડાવવા કારસ્તાન કરેલાની  કબૂલાર્તં કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીઓએ ફરિયાદી સિવાય કોઈ અન્ય વ્યકિતને હની ટ્રેપમાં ફસાવી, રૂપિયા પડાવેલ છે કે કેમ..? આ પ્રકારના કે અન્ય કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ...? આ ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ...? ફરિયાદીનો નંબર કયાંથી અને કોના દ્વારા મેળવ્યો..? વિગેરે મુદ્દાઓર્ં સર પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ તાલુકા પીએસઆઈ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:47 pm IST)