Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની જીલ્લા બેઠકમાં હોદ્દેદારો નિમાયાઃ ૧૦મી જુલાઈએ ખાસ વર્ગ

જામનગરઃ લાલવાડી ખાતે આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ૧૦ જુલાઈ ના યોજાનાર વર્ગ માટેના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ જિલ્લા બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઇ ગોવાણી, સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા, સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, જામનગર જિલ્લાના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, કોષાદ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, માતૃશકિત સંયોજિકા નિમિષાબેન ત્રિવેદી, સેવા વિભાગ સંયોજક પ્રફુલ્લભાઈ ચૌહાણ, ધર્માંચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગદળ જિલ્લા સહ સંયોજક પ્રીતમસિંહ વાળા, મહેશભાઈ વ્યાસ સહિતના હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લા બેઠક દરમિયાન જામનગરમાં વિભાપર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર મુકામે આગામી ૧૦ જુલાઈથી ૧૧ જુલાઈ દરમ્યાન યોજાનાર અભ્યાસ વર્ગ  વિચારણા કરવામાં આવી હતી જેમાં શહેરના પ્રખંડ થી માંડી જિલ્લા સ્તરના તમામ વિસ્તારમાંથી મુખ્ય લોકોને જોડવા માટે આયોજન કરાયું છે. જામનગરમાં જિલ્લા બેઠક દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કેટલાક નવા હોદ્દેદારોની નિયુકિત પણ કરાઇ હતી જેમાં માતૃશકિત વિભાગના જિલ્લાના સહસંયોજીકા તરીકે હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની ના જિલ્લા સંયોજીકા કૃપાબેન લાલ, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સહમંત્રી તરીકે રવિન્દ્રભાઈ કુંભારાણા, પ્રચાર-પ્રસાર વિભાગના પ્રેસ મીડિયા વિભાગના સહ સંયોજક તરીકે વિજયભાઈ અગ્રાવત, શહેરના સત્સંગ સંયોજક તરીકે એડવોકેટ મનહરભાઈ બગલ, વિશ્વ હિન્દુ પરિષદના શહેર સહમંત્રી તરીકે પ્રતિકભાઇ રામાવતની નિયુકિત કરાઈ હતી. બજરંગ દળ જિલ્લા સંયોજક તરીકે પ્રીતમસિંહ વાળા, સહસંયોજક તરીકે વિશાલ હરવરા, સુરક્ષા સંયોજક તરીકે સંજયસિંહ કંચવા, બજરંગ દળના શહેર સહસંયોજક નવનીત હેડાવ, આ ઉપરાંત જામનગરના હિંગળાજ પ્રખંડમાં અધ્યક્ષ તરીકે વિદ્યુત રમેશભાઈ કનખરા, મંત્રી તરીકે કિરીટભાઈ ઠાકર, ખોડીયાર પ્રખંડ ના મંત્રી તરીકે ચાર્ટર એકાઉન્ટન્ટ કૌશિકભાઇ ગોસ્વામી, આંબેડકર પ્રખંડ ના ઉપાધ્યક્ષ તરીકે અશોકભાઈ રાઠોડ, આ ઉપરાંત શહેરના અને જિલ્લાના પ્રખંડમાં પણ કાર્યકર્તાઓના સંગઠનને મજબૂત બનાવવા માટે નિયુકિત કરવામાં આવી હતી.

(1:52 pm IST)