Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જન અધિકાર મંચના અધ્યક્ષ પ્રવિણ રામ 'આપ'માં જોડાયા

જુનાગઢના પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં વિધિવત રીતે જોડાઇ ગયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.ર૯ : જન અધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી આગેવાન પ્રવિણ રામ (મો.૭૦૯૬૮ ૦૬૮૩ર) આજે બપોરે જુનાગઢ ખાતે ''આમ આદમી પાર્ટી'' માં વિધિવત  રીતે જોડાયા છે. આજે બપોરે જુનાગઢ ખાતે આયોજીત કાર્યક્રમમાં ''આપ''ના પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા, મહામંત્રી મનોજભાઇ સોરઠીયાની ઉપસ્થિતીમાં પ્રવિણ રામ જોડાયા છે. અને લોકોના પ્રશ્નોને વાચા આપશે. 'અકિલા' સાથેની વાતચીતમાં પ્રવિણ રામે જણાવ્યુ હતું કે હવે હું ગીર સોમનાથ જીલ્લામાં 'આપ' ની 'સંવેદના યાત્રા' માં જોડાઇશ અને 'આપ' ના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલીશું.

(4:05 pm IST)