Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જામનગરમાં કોરોનાનો ડેલ્ટા વેરીયન્ટ ઝળક્યાની ભારે ચર્ચા : સત્તાવાળ વર્તુળો હજુ ડેલ્ટા વેરીયન્ટ હોવાની સ્વીકૃતિ આપતા નથી

જામનગરના ગાંધીનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલાને ૨૮ મેના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ. તેઓ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ૨ જૂનના રોજ ડિસ્ચાર્જ થયેલ. જામનગરમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ડેલ્ટા પ્લસની ચસકાણી માટે જી.જી. હોસ્પિટલમાંથી રીપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવેલ જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યાની ભારે ચર્ચા છે

ઍવુ કહેવાય છે કે હાલ ૬૦ વર્ષીય મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ. મહિલાઍ વેક્સીનનો ઍક ડોઝ પણ લીધેલ છે.જા કે સત્તાવાર છર્તુળો ડેલ્ટા વેરીયન્ટ હોવાની વાતને સમર્થન આપતા નથી.

(5:58 pm IST)