Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી: વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ : વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ

વૃદ્ધાના રહેણાંક અન્નપૂર્ણા મંદિર પાસે આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં કામગીરી

જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ ની એન્ટ્રી થઈ છે. વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા મંદિર પાસે આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધાના રહેણાંક આસપાસના વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ છે અને હાલ આ અંગે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડૉ. હરેશ ગોરીએ પુષ્ટિ પણ કરી છે (તસ્વીર કિંજલ કારસરીયા જામનગર)

(6:56 pm IST)