Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

વિસાવદર આવતા ઈશુદાન ગઢવી-ગોપાલ ઈટાલીયા : ચારણી દેવી માં નાગબાઈ માતાજીનાં દર્શન કરી જનસંવેદના કાર્યક્રમનો પ્રારંભ કરશે : રાજકિય ઉત્તેજના

મોણીયા-લેરીયા-મોટા કોટડા ગામે કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શોકાંજલિ અર્પણ કરશે : "આપ"માં કોણ કોણ જોડાશે..? ચારેકોર ચર્ચા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : આમ આદમી પાર્ટીનાં નેતા ઈશુદાન ગઢવી તથા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા બુધવારે તા.30 જૂને વિસાવદર પંથકનાં પ્રવાસે આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીનાં સત્તાવાર કાર્યક્રમ "જન સંવેદના કાર્યક્રમ"ના ભાગરૂપે આ બન્ને નેતાઓ વિસાવદર પંથકનાં પ્રવાસે આવી રહ્યાનુ જાણવા મળે છે.
"આપ"ના સ્થાનિક સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ઈશુદાન ગઢવી તથા ગોપાલ ઈટાલીયા તા.30 બુધવારે સવારે 6 કલાકે વિસાવદર તાલુકાનાં મોણીયા ગામે જગ પ્રસિધ્ધ ચારણી દેવી માં નાગબાઈ માતાજીનાં દર્શનાર્થે આવી પહોંચશે અને અહીંથી જ વિસાવદર તાલુકાના પ્રવાસનો શુભારંભ કરશે.મોણીયા ગામે સવારે 6 થી 6-45 ત્યાંથી લેરીયા ગામે સવારે 7 થી 7-30 અને મોટા કોટડા ગામે સવારે 8થી 9 રોકાણ કરશે અને કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શોકાંજલિ અર્પણ કરશે.
આ બન્ને નેતાઓ આમ આદમી પાર્ટીનાં ગ્રામ્ય આગેવાનો-કાર્યકરોની શુભેચ્છા મુલાકાત પણ કરશે ત્યારે "આપ"માં કોણ કોણ જોડાશે..? તે અંગે પણ ચારેકોર અવનવી ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર પંથકમાં રાજકીય ઉત્તેજના વ્યાપી છે.

(9:22 pm IST)