Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મોરબીના સાહસિક યુવાને માઇનસ ૨ ડીગ્રી તાપમાનમાં ૧૫,૮૦૦ ફુટની ઉંચાઇએ તિરંગો લહેરાવ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૯ : મોરબીના સાહસિક યુવાન અજય કાનેટીયા એ માઇનસ ૨ ડિગ્રી તાપમાન માં ૧૫૮૦૦ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્‍યો હતો જે બદલ માઉન્‍ટ એવરેસ્‍ટ શીખર સર કરનાર અવિનાશ નેગી દ્વારા પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા

અજય કાનેટીયા એ ABVIMAS (Atal Bihari Vajpayee Institute of Mountaineering and Allied Sports) માં ૧ જૂનના રોજ બેઝિક માઉન્‍ટેનિયરિંગ કોર્સ માટે એડમિશન લીધું હતું અને જણાવ્‍યા અનુસાર એ આ રીતની સાહસિકતા વારંવાર કરતા હોય છે. અજય Invincible NGO સંસ્‍થા માં ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે. Invincible NGO આ પ્રકારની એડવેન્‍ચર પ્રવૃત્તિઓ કરાવી રહી છે. અજય એ અગાઉ પણ ૨૦૨૦ માં ૧૬,૪૦૦ ફૂટ ની ઊંચાઈ નું માઉન્‍ટ જગતસુખ શીખર સર કરેલ છે તથા ૨૦૨૨ માં Best Volunteer એવોર્ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ છે.

આ બેઝિક માઉન્‍ટેનિયરિંગ કોર્સમા ૨૮ દિવસની તાલીમ હોય છે અને આ તાલીમમાં અલગ અલગ જગ્‍યાઓ પર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમકે Ice craft,Rock craft અને Snow craft. આ તાલીમ દરમ્‍યાન માઇનસ ૨ ડીગ્રી તાપમાન માં ૧૫,૮૦૦ ફૂટની ઊંચાઈએ સીતીધાર બેઝ કેમ્‍પ પર તિરંગો લહેરાવ્‍યો અને મોરબી નું ગૌરવ વધાર્યું. આ પ્રવૃત્તિઓ બદલ અજય કાનેટિયાને માઉન્‍ટ એવરેસ્‍ટ શિખર સર કરનાર અવિનાશ નેગીએ પુરસ્‍કાર આપીને સન્‍માનિત કર્યા હતા જે યુવાને મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે.

(10:46 am IST)