Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સર્વે નંબર પૈકી એક ખેડૂતને વેંચાણ કરવું હોય તો ડીઆઇએલ દ્વારા માપણી કરવા મંજુરી આપો : બાવકુંભાઇ ઉંધાડ

ભૂપેન્‍દ્રભાઇ પટેલને રજુઆત કરતા પૂર્વ કેબીનેટ મંત્રી

વડિયા,તા. ૨૯ : રાજ્‍યનાં પેટ્રોકેમીકલ્‍સ (સ્‍વતંત્ર હવાલે) બંદર (પોર્ટ) રમતગમત, યુવા, સેવા સાંસ્‍કૃતિક પ્રવૃતિ વિભાગના પૂર્વ કેબિનેટ મંત્રી અને અમરેલી જીલ્લાના ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંધાડે રાજ્‍યનાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ખેડૂતોના પ્રશ્‍ને રજુઆત કરી છે.
રાજ્‍યમાં હાલ કોઇ ખેડૂતની જમીનના સર્વે નંબરમાંથી વારસાઇ થઇ હોય અથવા ચાર-પાંચ વ્‍યકિતઓને અલગ અલગ ટુકડે વેચેલી હોય અને જે સર્વેનંબરના પૈકી સર્વે નંબર થઇ ગયા હોય તેમાંથી કોઇ એક વ્‍યકિતને વેંચાણ કરવું હોય કે પોતાના પૈકી નંબરનું બિનખેતી કરવું હોય ત્‍યારે પુરા સર્વે નંબરની માંગણી માટે તમામ પૈકી ખાતેદારોની સમંતિ હોય તો માપણી થઇ શકે અને તો જ ડીઆઇએલઆરમાંથી મંજૂરી મળે, પૈકી નંબરના કોઇ પણ એક ખેડૂત સમંત ન થાય તો માપણી કે વેચાણ થઇ શકે નહીંફ તો પુરા સર્વે નંબરના પૈકી એક ખેડૂતને વેચાણ કરવું હોય તો એક ખેડૂતને ડીઆઇએલઆર દ્વારા માપણી કરવા માટે મંજૂરી અપાય તેવો સુધારો કરવા ખેડૂતોની રજુઆત હોય તો આ બાબતે નિર્ણય લેવા ભલમાણ છે.
આ અંગે રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, મહેસુલ મંત્રી ગાંધીનગરને પણ પત્ર પાઠવીને બાવકુભાઇ ઉંધાડે રજુઆત કરી છે.

 

(10:49 am IST)