Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વાંકાનેર શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૨૯ : રવિવારે મીની વાવાઝોડુ ફુંકાયેલ જેના કારણે ઘણા બધા હોડીંગ્‍સ તથા વૃક્ષો ધરાશાયી થયા હતા.

ત્‍યારે વાંકાનેરના જડેશ્વર રોડ પર રાતીદેવળી નજીકમાં મેઇન રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હોવાની માહીતી મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટના સ્‍થળે પહોંચી જે વ્‍યકિતને ઇજા પહોંચી હતી તેને વાંકાનેર સિવિલ હોસ્‍પિટલ ખાતે પહોંચાડી શહેર પોલીસની આ કામગીરીને સૌ કોઇએ બિરદાવી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરી બતાવ્‍યુ હતું.

ત્‍યાં હાજર લોકો તથા વાંકાનેર પોલીસ ટીમ સાથે મળીને રસ્‍તા પર પડેલ વૃક્ષને એક બાજુ ખસેડીને રસ્‍તા ખુલ્લો કરેલ હતો.

(10:49 am IST)