Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વાંકાનેર એકતા ગ્રુપ દ્વારા ઉમદા કાર્ય

(લિતેશ ચંદારાણા ્‌દ્વારા) વાંકાનેર તા.૨૯ એકતા ગ્રુપ દ્વારા સેવાની જયોત સતત ધમધમતી રહે છે.
તાજેતરમાં શહેરથી નજીક શહેર અને લુણસરીયા રેલ્‍વે સ્‍ટેશન વચ્‍ચે વેરાવળ-બાન્‍દ્રા વચ્‍ચે દોડતી સૌરાષ્‍ટ્ર-જનતા એકસપ્રેસ હેઠળ પરપ્રાંતિય મજુરે પડતુ મુકી આપઘાત કરેલ હતો.
 તેમના સગા-સંબંધીઓએ ડેડ બોડી કબજો સંભાળ્‍યો હતો પરંતુ તેમના સગા વ્‍હાલાઓ પાસે અગિ્નસંસ્‍કાર માટે કોઇ પણ રકમ કે કોઇ સગવડતા ન હોવાથી વાંકાનેર પોલીસે તેમની વિધીવત કામગીરી કરી આ કામગીરી એકતા ગ્રુપ- વાંકાનેરને સોપી હતી એકતા ગ્રુપે તમામ ખર્ચ પુરો પાડી તેની અગિ્ન સંસ્‍કાર વિધી પૂર્ણ કરી હતી
સગાસંબંધીઓને જમવાની તથા વતનમાં જવા માટેની સુવિધા પણ પુરી પાડી પ્રશંસનીય કાર્ય કરેલ હતુ આ કાર્યમાં એકતા ગ્રુપના બિપીનભાઇ દોશી (દોશી બ્રધર્સ), અલ્‍પેશભાઇ પટેલ, ઋષિભાઇ જોબનપુત્રા, મનીષભાઇ ગોહેલ તથા અન્‍ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

 

(10:56 am IST)