Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મોરબીમાં દિકરાને નવડાવવા મામલે પતિએ ઠપકો દેતાં પત્‍નિએ ફાંસો ખાધો

કોળી પરિણીતા જીતુબેન વાઘેલા ગંભીર હાલતમાં રાજકોટ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૯: મોરબીમં ઇન્‍દીરાનગરમાં રહેતી જીતુબેન ઉમેશ વાઘેલા (કોળી) (ઉ.૨૫)એ ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ગંભીર હાલતમાં મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ છે.  જીતુબેને ગત ૨૨મીએ આ પગલુ ભર્યુ હતું. તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ લાદી કામ કરે છે. તેણીએ ત્રણ વર્ષના દિકરાને નવડાવ્‍યો ન હોઇ પતિએ તે અંગે ઠપકો આપતાં માઠુ લાગતાં ગળાફાંસો ખાઇ લીધાનું જણાવાયું હતું. મોરબી બી-ડિવીઝન પોલીસ વધુ તપાસ કરે છે.

(11:30 am IST)