Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વાંકાનેર પાલિકાની સામાન્ય સભામાં ર૭ માંથી ર૧ સભ્યો હાજર : ૭ સભ્યોએ સુપરસીડ કરવા માંગ કરી

જીતુભાઇ સોમાણી અને જાકીરભાઇ બ્લોચ વચ્ચે ચકમક જરી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૮ : વાંકાનેર પાલિકાની સામાન્ય સભા તા. ર૭/૬ ને સોમવારે ૧૧ વાગ્યે ખંઢેર જેવા ટાઉન હોલમાં બોલાવવામાં આવેલ. જેમાં નગરપાલિકાના કુલ ર૭ સભ્યોમાંથી ર૧ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ૭ સભ્યોએ પોતાનો રજા રીપોર્ટ મુકી નગરપાલિકાને સુપરસીડ કરવાની લેખિત માંગ કરી હતી.
જયારે ૩ સભ્યો જાકીરભાઇ બ્લોચ સાથે રહીને જનરલ બોર્ડમાં નગરપાલિકાને સુપરસીડ કરવાની લેખિત માંગ કરી હતી. ત્યારે રજુઆતના સમયે સભ્ય જીતુભાઇ સોમાણી અને સભ્ય જાકીરભાઇ બ્લોચ વચ્ચે ચકમક જરી હતી. આ બાબતની ચર્ચા કરવા પ્રમુખ જયશ્રીબેન સેજપાલને આ બાબતે જણાવેલ ત્યારે તેઓ મૌન ધારણ કરીને બેસી રહ્યા હતા. પાલિકાના એજન્ડામાં તા. ૧૮-૬-રર ના ઉપપ્રમુખશ્રીએ એજન્ડામાં સહી કરેલ પરંતુ રજા ઉપર રહેલા નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન એ સમયે હાજર થતા સભ્યો પણ અચરજ પામી ગયા હતા. એજન્ડાની આઇટમ નંબર ૧ર, પર અગાઉની મિટીંગના પ્રોસેડીંગને બહાલી આપવા બાબત ૧૮ સભ્યો સંમત થયા હતા. એજન્ડાની આઇટમ નંબર ૧૩, પર આવકના હુકમોને બહાલી આપવા બાબતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઝાલા સાહેબે વાંધો ઉઠાવતા જણાવેલ કે પ્રમુખે હુકમ કર્યા હોય તો આ એજન્ડામાં આઇટમ મુકાય પરંતુ કોઇ હુકમો જ થયા નથી ત્યારે પ્રમુખના હુકમની બહાલી આપવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી જે આઇટમ રદ કરવામાં આવે છે.
એજન્ડાની આઇટમ નંબર ૧૪ માં ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર ક્રમાંક નપલ/ ૪પર૦રર/૧૪૪ર/મ તા. ૧૩-ર-રર થી વાંકાનેર નગરપાલિકાની ચુંટાયેલ પાંખને આપવામાં આવેલ કારણદર્શક નોટીસ અંગેનો લેખિત ખુલાસા રૂપે યોગ્ય ઠરાવ કરવા બાબત જણાવાયેલ છે.
જે અંગે પાલિકાના સભ્યોમાં આ બોડી સામે રોષ જોવા મળે છે અને અલગ અલગ પ્રકારે ચર્ચા થઇ રહી છે કે ટુંક સમયમાં વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થવાના સંકેતો જોવા મળે છે.

 

(11:43 am IST)