Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વાંકાનેર હાઇ-વેના પુલ ઉપર ટ્રક હડફેટે નરોતમભાઇ ગોહેલનું મોત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૯ :  વાંકાનેર નેશનલ હાઇવે પુલ પર આજે સવારે ૯-૩૦ વાગ્યે પોતાના એકિટવા મોટર સાયકલ પર જઇ રહેલા નરોતમભાઇ કાનજીભાઇ ગોહેલ (ઉ.વ.આ. ૬પ) રહે. ભાટીયા સોસાયટી-વાંકાનેર) ને કોઇ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા આ મોટર સાયકલ સ્વારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટ્રક ચાલક ટ્રક સાથે અકસ્માત સર્જી ભાગી છુટેલ છે.
ઘટના સ્થળે બનાવ બાદ પોલીસ અને ૧૦૮ વાહન સાથે મૃતકને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડેલ છે.

 

(11:44 am IST)