Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સૌથી વધુ વાવણી સૌરાષ્‍ટ્રમાં : સૌથી ઓછી દક્ષિણ ગુજરાતમાં

વાદળ નભને કહે કાનમાં, ચાલને જઇએ પવનની જાનમાં.... : સૌરાષ્‍ટ્રમાં કપાસની વાવણી ૮પ૦૦૦૦ હેકટરમાં : મગફળી ૬૪૦૮૦૦ હેકટરમાં : સોયાબીન ૪૦૩૦૦ હેકટરમાં : કુલ ૧પ૯૯૧૦૦ હેકટર

રાજકોટ, તા. ર૯ :  રાજયમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે પણ માહોલ હજુ બરાબર જામતો નથી કેટલાક વિસ્‍તારોમાં ખરીફ પાકની વાવણી થઇ ગઇ છે. કેટલાક વિસ્‍તારો વાવણીથી વંચિત છે. ગયા વર્ષની સરખામણીએ વાવેતર ઓછું છે. ચોમાસામાં મુખ્‍યત્‍વે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. રાજયમાં તા. ર૭ જુનની સાંજ સુધીમાં ૧૯૬૮૭૦૦ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ ૧પ૯૧૧૦૦ હેકટરનું વાવેતર સૌરાષ્‍ટ્રમાં છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછુ ૪૪૭ હેકટરમાં વાવતેર થયું છે.

સામાન્‍ય રીતે જુલાઇ પ્રારંભ સુધીમાં વાવણી પૂરી થઇ જતી હોય છે. આ વખતે જુનના બીજા અઠવાડિયામાં નોંધપાત્ર વરસાદ પડયા બાદ છુટોછવાયો વરસાદ પડે છે. જયાં વાવણી થઇ ગઇ છે. ત્‍યાં પણ મુશળધાર વરસાદની જરૂર છે. જરૂરીયાત જેટલો વરસાદ સમયસર ન પડે તો વાવણીમાં નુકશાન જવાની ભીતિ છે.

સૌરાષ્‍ટ્રના ક્‍યા જિલ્લામાં અત્‍યાર સુધીમાં કપાસ, મગફળીનું વાવેતર કેટલું થયુ તેના સત્તાવાર આંકડા નીચે મુજબ છે આંકડા હેકટરમાં છે.

જિલ્લો   મગફળી      કપાસ

સુરેન્‍દ્રનગર ૧૬૪૦૦ ૧૬૧૭૦૦

રાજકોટ ૧૩૮૧૦૦ ૧૩૧૬૦૦

જામનગર ૬૩૮૦૦ પ૮૯૦૦

પોરબંદર ૧૩૦૦૦ ૧૮૦૦

જુનાગઢ  ૧૧૮૯૦૦ ૧૬ર૦૦

અમરેલી ૧૦૪૩૦૦ રર૭૪૦૦

ભાવનગર ૪ર૧૦૦ ૮૩૯૦૦

મોરબી  ૪૮૯૦૦ ૮૯ર૦૦

બોટાદ    ર૦૦૦ ૬૧ર૦૦

સોમનાથ       ૭૩પ૦૦        ૧૬૭૦૦

દ્વારકા  ૧૯૮૦૦        ૧૪૦૦

(11:47 am IST)