Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સામે જાગૃતિ માર્ગદર્શીકા પ્રસિધ્‍ધ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૭: જીલ્લા  પોલીસ દ્વારા જનહિતાર્થે સાયબર ક્રાઇમ જાગૃતી માર્ગદર્શીકા જીલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) ડો. રવિ મોહનસૈની (આઇપીએસ) બહાર પાડવામાં આવેલ છે.  જેને નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્‍જ જુનાગઢે આવકારેલ છે.

પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ ડીઝીટાઇઝડ કાર્યપધ્‍ધતીની અને જીવનશૈલીને અનુસરી રહેલ છે. આ ડીજી રાઇઝડ યુગમાં સાઇબર ક્રાઇમ એક ગંભીર સમસ્‍યા બની નાગરીક સમાજ રાજય દેશ માટે વિવિધ સ્‍વરૂપે પડકારજનક બનેલ છે.

ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સાયબર અપરાધો થતા અટકાવવા  અનેકવિધ પગલા લેવાઇ રહયા છે. જેના ભાગરૂપે સાયબર ક્રાઇમ અંગે જનમાનસમાં જાગૃતતા કેળવાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીલ્લા કક્ષાએ પોલીસ અને પ્રજા વચ્‍ચે વિશ્વાસ અને સહકારનો સેતુ બનાવવા સફળ પ્રયાસ થઇ રહેલ છે.

આ જટીલ પડકાર સામે નાગરીકોને સુરક્ષા કવચ પુરૂ પાડવા સાયબર ક્રાઇમ જાગૃતી માર્ગદર્શીકા પુસ્‍તીકાનું નિર્માણ કરી અને સાયબર જાગૃતતા લાવવાના ડો. રવી મોહન સૈની પોલીસ અધિક્ષક પોરબંદરના પ્રયાસની સરાહના કરેલ છે. અભિનંદન પાઠવેલ છે. આ માહીતી સભર પુસ્‍તીકા ઓનલાઇન સલામતી કેળવવા અંગે અને તેના થકી સાયબર ક્રાઇમ સામે લડવા ટીનેજર્સ  અને નાગરીકો માટે  ઉપયોગી અને ચાવીરૂપ બની રહેશે. સાયબર ક્રાઇમ પુસ્‍તીકાની સરાહના કરતા અંતમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્‍જ જુનાગઢના મનિન્‍દર પ્રતાપસિંહ પવાર (આઇપીએસ) જણાવેલ.

વર્તમાન ટેકનોલોજીના યુગમાં ઇલેકટ્રોનીક સંશાધનો અને ઇન્‍ટરનેટના માધ્‍યમથી આંગળીના ટેરવે બનતા અપરાધો જેવા કે નાણાકીય ફ્રોડ, ડીજીટલ ડેટાની ચોરી, ફિકસીંગ હેકીંગ, સાયબર એટેક, ચાઈલ્‍ડ પોનોગ્રાફી, જાતીય સતામણી, બદનક્ષી વિગેરેનો વ્‍યાપ ખુબ જ વધ્‍યા છે.

સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવવા ગુજરાત સરકારશ્રીના ગૃહવિભાગ અને પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા પ્રજાને સાઇબર ક્રાઇમ સામે રક્ષણ મળી રહે તેમજ પ્રજા અને પોલીસ વચ્‍ચેના વિશ્વાસનો સેતુ વધુ સુંદર બને તે હેતુસર સાયબર ક્રાઇમ જાગૃતી માર્ગદર્શીકાનું નિર્માણ  કરવામાં આવ્‍યું છે.

આ પુસ્‍તીકા દ્વારા આધુનિક ટેકનોલોજીને અનુરૂપ સાયબર ક્રાઇમ અંતર્ગત રાખવાની થતી સાવધાની અંગે સરળ ભાષામાં રજુઆત કરવામાં આવી છે. જેનાથી પ્રજાજનો સાયબર ક્રાઇમનો ભોગ ન બને અને નવા પડકારોનો સામનો કરી શકે તેવા ઉમદા ઉદેશથી જનજાગૃતી લાવવા પ્રયાસ કરવામાં આવ્‍યો છે. આ પુસ્‍તીકાના નિર્માણ કાર્યમાં અમુલ્‍ય માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવા બદલ માનનીય  મનિન્‍દર પ્રતાપસિંહ પવાર નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિભાગ જુનાગઢનો નિષ્‍ઠાપુર્વક આભાર વ્‍યકત કરૂ છું તેમ ડો.રવિ મોહન સૈની (આઇપીએસ) પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા પુસ્‍તીકામાં જણાવેલ છે.

(1:29 pm IST)