Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પોરબંદરમાં કોરાનાના નવા ર કેસ

સ્‍કુલનો વિદ્યાર્થી તથા એક મહિલા કોરાનાની ઝપટમાં: કુલ ૭ એકટીવ કેસો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. જિલ્લામાં ર૪ કલાકમાં કોરાના પોઝીટીવના ર નવા કેસ આવ્‍યા છે. બીરલા સ્‍કુલનાં વિદ્યાર્થી અને શીતલા ચોક વિસ્‍તારમાં રહેતા એક મહિલાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. જિલ્લામાં ર૪ કલાકમાં કોરાનાના ૭પ૧ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતાં જેમાંથી ર કેસમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે. અત્‍યાર સુધીમાં જિલ્લામાં કુલ ૩૭૦ર૪૪ કોરોના ટેસ્‍ટ થયેલ છે.

જિલ્લામાં હાલ પ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને કુલ એકટીવ કેસોની સંખ્‍યા ૭ પહોંચી છે. 

(1:35 pm IST)