Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જામનગરમાં ખાનગી બસે મોટરસાયકલને ઠોકર મારતા બાળકને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) તા.૨૯ જામનગરઃ અહીં રણજીતસાગર રોડ, સાધના કોલોની બ્‍લોક નં. એલ-૧૦૦ રૂમ નં. ૪૩૫૩માં રહેતા પૃથ્‍વીરાજસિંૅહ દિલીપસિંહ પીંપળ, ઉ.વ.૨૯ એ ફરિયાદ નોંધાવી છે કે, તા.૨૭-૬-૨૦૨૨ના ફરિયાદી પૃથ્‍વીરાજસિંહ પોતાના મીત્રનું એકટીવા મોટરસાઇકલ જેના રજી.નં.જી.જે-૧૦-ડી.એફ.-૪૧૮૮વાળુ લઇને સાત રસ્‍તા અમુલ પાર્લર પાસે રોડ પર પહોંચતા પાછળથી આરોપી બસ નં. જી.જે.-૧૧-ટી.ટી-૯૯૯૧નો ચાલક એ પુરઝડપે બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી આવી ફરિયાદી પૃથ્‍વીરાજસિંહના મોટરસાયકલને પાછળથી ઠોકર મારી પછાડી દઇ ફરિયાદી પૃથ્‍વી રાજસિંહના દિકરા પ્રીન્‍સરાજ ઉ.વ.૦૩ વાળાને કપાળના ભાગે છોલછાલ મુંઢ ઇજા કરી ગુનો કરેલ છે.

મકાનમાંથી દારૂના ૪૦

ચપટા સાથે બે ઝડપાયા 

જામનગરઃ અહીં સીટી ‘બી' ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદીપભાઇ વસંત્તભાઇ બારડએ ફરિયાદ નોંધાવી છે કે, તા.૨૮-૬-૨૦૨૨ના પટેલ કોલોની શેરી નં.૯ ના છેડે આરોપી વિજયસિંૅહ હરદિપસિંહ જેઠવા, વૈભવ રમેશભાઇ ચતવાણી એ પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્‍લીશ દારૂના ચપટા નંગ-૪૦ કિંમત રૂ. ૪,૦૦૦/-નો રાખી રેઇડ દરમ્‍યાન ઝડપાઇ ગયેલ છે.

મોટરસાયકલ અડી જતા બઘડાટી

જામનગરઃ અહીં દિ.પ્‍લોટ-૪૫, ગણેશવાસ રામાપીરના મંદિર પાસે રહેતા રંજનબેન મહેશભાઇ વાઘેલા, ઉ.વ.૫૫એ સીટી ‘સી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, તા.૨૭-૬-૨૦૨૨ના ફરિયાદીનું રંજનબેનના ભત્રીજા મેહુલ અરૂણભાઇનું હોન્‍ડા મોટરસાઇકલ આરોપી કૃણાલના મોટરસાયકલને અડી જતા ફરિયાદી રંજનબેન તથા સાહેદ આકાશભાઇ વચ્‍ચે પડી છોડાવતા તેના મનદુઃખના કારણે આરોપીનો કૃણાલ, તનીશા, અજંનાબા ભેગા થઇ ફરિયાદી રંજનબેનના ઘરે જઇ ગાળોભૂંડા બોલી અને જાતિ પ્રત્‍યે અપમાનીત કરી આરોપી કૃણાલએ મારવા માટે લોખંડનો પાઇપ ધારણ કરેલ અને આરોપી અંજનાબા અને પ્‍લાસ્‍ટીકના પાઇપથી ફરિયાદી રંજનબેનના જમણા પગ અને કમ્‍મરના ભાગે આડેધડ ઘા મારી મુંઢ ઇજાઓ કરેલ અને આરોપી તનીશા એ લાકડાના ધોકાથી ફરિયાદી રંજનબેનના જમણા પગમાં અને વાસના ભાગે આડેધડ ઘા મારી મુંઢ ઇજાઓ કરી એકબીજાને મદદગારી કરી જિલ્‍લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:42 pm IST)