Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જામનગરમાં કિશોરીઓના સશકિતકરણ અર્થે પૂર્ણા યોજના હેઠળ પૂર્ણા સખી - સહસખીને તાલીમ અપાઈ

જામનગર, તા.૨૯ : કિશોરીઓના સશકિતકરણ અર્થે ''પૂર્ણા'' યોજના હેઠળ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના આરોગ્ય સ્તરને સુધારવા માટે દરેક આંગણવાડી દીઠ સખી અને સહસખીની નિમણુક કરવામાં આવી છે. પૂર્ણા યોજના હેઠળ સખી સહસખીના આરોગ્યની તપાસ જેમાં કિશોરીઓનું એચ.બી ચેકઅપ, વજન અને ઉંચાઈનું માપન, બી.એમ.આઈ., અંગત સ્વચ્છતા માસિક સ્ત્રાવ અંગેના સેટકોમ કાર્યક્રમ કિશોરીઓને બતાવવામાં આવ્યા હતા. તથા આ સમય દરમિયાન થતી વિવીધ સમસ્યાઓ અનેપ્રશ્નોનું નિરાકરણ મેડીકલ ઓફીસર શ્રી રીચાબા જાડેજા દ્વારા તથા પૂર્ણા શકિતના પેકેટના મહત્વ અને તેની ઉપયોગીતા વિષે સમજ પૂર્ણા કન્સલટન્ટ શ્રી બંસીબેન ખોડીયાર દ્વારા આપવામાં આવી હતી.

 જીલ્લા બાળ સુરક્ષા એકમ કાઉન્સીલર શ્રી ગીતાબેન દ્વારા આઈ.એફ.એ. ગોળીનું નિયમિત સેવન વિષે સમજ, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન, નશા મુકિત કેન્દ્રો તથા વિવધ સુરક્ષા એકમો વિષે માહિતગાર કરવામાં આવેલ. મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારી તથા  કાઉન્સીલર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, ૧૦૮૧ અભયમ વિષે સમાજ આપી કિશોરીઓને વિવિધ કાયદાઓ તથા યોજના વિષે માહિતગાર કરવામાં આવી હતી.

 સખી અને સહસખી પોતાનો વિકાસ જાતે કરી શકે ઉપરાંત ગ્રુપની અન્ય કિશોરીઓને સ્વ ઓળખ, સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે તેમજ આ યોજના થકી જામનગર મહાનગરપાલિકાની કિશોરીઓમાં કુપોષણ, એનીમિયા, ઓછું વજન જેવી વિવિધ પરિસ્થિતિમાં ઘટાડો લાવવા, કિશોરીઓને શાળા પ્રવેશ કરાવવો અને શિક્ષણ અંગે જાગૃતિ તેમના જીવનકાળમાં સાચા અર્થમાં ''પૂર્ણા'' બને તેવા મહત્વકાંક્ષી લક્ષ્ય સાથે તાલીમ આપવામાં આવી હતી.

 આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પૂર્ણા કન્સલટન્ટ સીડીપીઓ શ્રી, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી બહેનો તથા આઈ.સ.ડી.એસ.ના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(1:43 pm IST)