Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મોરબી-માળીયા હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં તરૃણનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૯ : મોરબીમાં માળીયા મોરબી નેશનલ હાઈવે રોડ પર બેફામ ગતિએ આવતા ટ્રકે બાઈકને અડફેટે લેતા તેમાં સવાર એક તરુણનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. 

જેમાં બાઈક ચાલક પ્રૌઢ ફરિયાદી પ્રેમજીભાઇ જેરામભાઇ ભીમાણીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના હવાલાવાળુ હોન્ડા સ્પેલન્ડર રજી.નંબર ઞ્થ્-૩૬-ખ્ગ્-૩૮૦૭ પર તેમના ૧૬ વર્ષીય પૌત્ર મુના ખોડાભાઇ ભીમાણી સાથે  માળીયા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રામદેવ હોટલ સામે રોડની કટમાંથી પસાર થઇ રામદેવ હોટલે જવા રોડ ક્રોસ કરવા જતા આ કામના આરોપી અજાણ્યા ટ્રક ડમ્પરના ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રક ડમ્પર વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી આવી પ્રેમજીભાઇના બાઈકને અડફેટેમાં લેતા બાઈકની પાછળ બેઠેલ પ્રેમજીભાઇના પૌત્ર મુનાભાઇ ખોડાભાઈ ભીમાણી (ઉ.૧૬)નું ટ્રક ડમ્પરના ટાયરમા આવી જતા તેમનું માથુ છુંદાય ગયું હતું અને તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ આરોપી ટ્રક ડમ્પર ચાલક પોતાનુ વાહન લઈ નાસી ગયો હતો.આ ફરિયાદીના આધારે મોરબી તાલુકા પોલીસે ત્ભ્ઘ્ કલમ- ૨૭૯,૩૦૪(અ) તથા પ્સ્ ખ્ઘ્વ્ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:48 pm IST)