Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ધારીના ગીગાસણનો ખેડૂત શખ્સ તમંચા સાથે ઝડપાયો

અમરેલી,તા. ૨૯ : ધારી તાલુકા ગીગાસણ ગામનાં બસ સ્ટેશન નજીક એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર (અગ્નિશસ્ત્ર હથિયાર) રાખી ઉભો છે. અને તે કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંધાને બાતમી વાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે શિવરાજભાઇ ઉર્ફે યુવરાજભાઇ ગભરૃભાઇ કોટીલા (ઉવ. ૨૬) ધંધો-ખેતીને ઝડપી પાડેલ. પકડાયેલ ઇસમ વિરૃધ્ધ આર્મ્સ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો  દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના હેઠળ પી.બી.લક્કડ ઇન્ચાર્જ પો. સબ ઇન્સ.એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી ટીમને દેશી બનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

(1:56 pm IST)