Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અમરેલીમાં કારમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાઇ ગયા

અમરેલી : રંગપુર જતા રોડ ઉપર બાલાજી હનુમાન મંદિર પાસે રોડ ઉપર ઇકો કારમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે. તેવી બાતમી આધારે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં ઇકો કારમાં જુગાર રમતા (૧) મકસુદ આમદભાઇ કચરા (ઉવ.૧૯) રહે. બહારપરા, (૨) આદીલ રહીમભાઇ પડાયા (ઉવ. ૧૮) રહે. બહાપરા (૩) કાદર અબ્દુલભાઇ સેલોત (ઉવ.૩૦) રહે. ચોરાપા (૪) અલ્ફાજ ઓસામાપણભાઇ ડેરેયા (ઉવ.૨૦) રહે .ઘાંચીવાડ, બહારપરા (૫) સર્ફરાજ હનીફભાઇ નગરીયા (ઉવ.૧૮) રહે. ગઢની રાંગ રોકડા રૃા. ૬૦,૪૦૦ તથા ઇક્કો કાર જીજે.૧૪એ.પી. ૮૬૩૧ કિં.રૃા. ૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૫, કિં.રૃા. ૨૫,૦૦૦ મળી કુલ કિં. રૃા. ૨,૩૫,૪૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:57 pm IST)