Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

દેવભુમી દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ વધ્‍યોઃ ૬ કેસ ૧૦ દિ'માં નોંધાયા પછી એક દિ'માં ચાર નવા કેસ

દ્વારકામાં ચાર નવા કેસ નોંધાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૯ :  દેવભુમી દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં વધારો થવા લાગ્‍યો છે. ત્‍યારે દશ દિવસમાં છ કેસો નોંધાયા પછી ગઇકાલે એક જ દિવસમાં દ્વારકા જિલ્લાના દ્વારકામાં એક સાથે ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડયુ છે.

દ્વારકામાં કાલે ૬૪ વ્‍યકિતઓના  ટેસ્‍ટીંગ થયા હતા. જેમાં અંબુજાનગરમાં એક, આનંદચોકમાં એક તથા વ્રજધામ સોસાયટીમાં એક અને રામપરામાં એક કુલ ચાર કેસ નોંધાયા છે. ગઇકાલે જિલ્લામાં ૪૦૪ના ટેસ્‍ટીંગ થયા હતા. જેમાં માત્ર દ્વારકામાં ચાર પોઝીટીવ કેસો નીકળ્‍યા છે.

કેસોવધવાની સાથે આરોગ્‍ય તંત્રના એપેડેમીક ઓફિસર એમ.ડી.જેઠવા તથા તેમની ટીમ દ્વારા ચેકિંગની સંખ્‍યા વધારવા, કોરોના પોઝીટીવ નીકળતા તેનું સતત નિરીક્ષણ તથા સારવાર કરવા તથા તેના સંપર્કમાં આવનારના ચેકિંગની કામગીરી ચાલુ કરી છે.

(2:00 pm IST)