Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભારતને ઉચ્‍ચ ડિઝીટલ સમાજ બનાવવા માટેના ‘‘રિલાયન્‍સ જીઓ''ના પ્રયાસોને આકાશ અંબાણી વધુ વેગ આપશે

નવી જવાબદારીને વધુ સારી રીતે નિભાવવા તત્‍પર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.ર૯ : રિલાયન્‍સ ગ્રુપના ડીજીટલ સેવાઓ અને કન્‍ઝયુમર રીટેઇલ સેવાઓના વિકાસમાં આકાશ બહુ નજીકથી જોડાયેલા રહ્યા છે અને હવે પ૦૦ મીલીયન ગ્રાહકોના કર્ન્‍વઝન્‍સ ડીવીડન્‍ડ ઉભુ કરવા તેમને ડીજીટલ, ભૌગોલીક અને આવકના વૈવિવધ્‍યવાળા માધ્‍યમનું નેતૃત્‍વ કરશે.

 આકાશની રીલાયન્‍સ જીઓ ઇન્‍ફોકોમના ચેરમેન તરીકેની નિમણુંક એ ડીજીટલ સેવા યાત્રામાં તેમના દ્વારા અપાયેલ યોગદાનની ઓળખ જેના માટે તેમને આગળ વધવા માટે વધુ જવાબદારી સોંપવામાં આવી છે.

શ્રી મુકેશ અંબાણી જીઓ પ્‍લેટફોર્મ્‍સ લીમીટેડ જે જીઓ ડીજીટલ સેવાઓની બધી કંપનીઓની ફલેગશીપ કંપની છે તેના ચેરમેન પદે ચાલુ રહેશે.

જીઓ ૪-જી પ્રપોઝપ્‍શનની ડીજીટલ ઇકો સીસ્‍ટમની રચનામાં આકાશ બહુ નજીકથી સંકળાયેલ રહ્યા છે. ર૦૧૭માં ઇન્‍ડીયા સ્‍પેકસ જીઓ ફોનના રીસર્ચ અને લોન્‍ચીગમાં એન્‍જીનીયરોની ટીમ સાથે તેઓ નજીકથી જોડાયેલા રહ્યા હતા. આ ક્રાંતિકારી ફોન દ્વારા ઘણા લોકો  રજી સેવામાંથી બહાર આવીને ૪-જી સેવા મેળવતા થયા હતા.

છેલ્લા થોડા વર્ષોમાં ડીજીટલ ક્ષેત્રમાં જીયોએ કરેલ વિકાસમાં તેમની અંગત દોરવણી હતી અને નવી એ.આઇ.એમ.એલ.અને બ્‍લોકચેન જેવી ટેકનોલલોજીના વિકાસમાં તેઓ અંગત રીતે જોડાયેલા હતા.

જીઓને વૈશ્વિક રોકાણ ક્ષત્રે નામના અપાવવામાં તેઓ સામેલ રહ્યા હતા.

ભારતને ઉચ્‍ચ ડીજીટલ સમાજ બનાવવા માટેના જીઓના પ્રયાસોને આકાશ ચાલુ રાખશે.

આકાશ અંબાણીએ અર્થશાષા વિષય સાથે બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્‍યુએટની ડીગ્રી મેળવી છે.

(2:02 pm IST)